ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પંચનું મોટું પગલું, વોટર IDને લઈને યુવાનો માટે ખુશખબર

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર (Voter ID) અનૂપ ચંદ્ર પાંડેના નેતૃત્વ હેઠળના પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને તકનીકી ઉકેલો ઘડવા માટે નિર્દેશ આપ્યો છે, જેથી કરીને (names enrolled in voters lis) યુવાનોને વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ (Apply for Voter ID) કરવામાં સુવિધા મળી શકે.

ચૂંટણી પંચનું મોટું પગલું, વોટર IDને લઈને યુવાનો ખુશખબર
ચૂંટણી પંચનું મોટું પગલું, વોટર IDને લઈને યુવાનો ખુશખબર

By

Published : Jul 28, 2022, 1:47 PM IST

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે યુવાનો 17 વર્ષની વય પૂર્ણ કર્યા પછી જ મતદાર યાદી માટે અરજી કરી (Apply for Voter ID) શકશે. ચૂંટણી પંચે (Election Commission) કહ્યું છે કે, 17 વર્ષના યુવાનોએ 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરના પૂર્વ-જરૂરી માપદંડની રાહ (names enrolled in voters lis) જોવાની જરૂર નથી.

આ પણ વાંચો:રેલવે સ્ટેશનના ટોયલેટ પર લટકતા હતા તાળા, મહિલાની ફરિયાદ પર બે સ્ટેશન માસ્ટર પર FIR

આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (Voter ID) અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેના નેતૃત્વ હેઠળના પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને તકનીકી ઉકેલો ઘડવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનોને વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ કરવામાં સુવિધા મળી શકે.

આ પણ વાંચો:હવે Google Mapsમાં જોવા મળશે ભારતના રસ્તાઓની વાસ્તવિક તસવીરો

કમિશને કહ્યું કે, હવે યુવાનો વર્ષમાં ત્રણ વખત એટલે કે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે તમારે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં. ત્યારબાદ દર ત્રિમાસિક ગાળામાં મતદાર યાદી અપડેટ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા યુવાનો જે વર્ષના આગામી ક્વાર્ટરમાં 18 વર્ષ પૂરા કર્યા હોય તેની નોંધણી કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details