બેંગ્લુરૂ: કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂ સિટીમાંથી દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે (Rape Case Filed in Police Station) નોંધાઈ છે. આ કેસમાં યુવતી જે મકાનમાં ભાડે રહેતી હતી. એ જ મકાનના માલિકે યુવતી પર પોતાની હવસભૂખ (Landlord did rape in Bengaluru) કાઢી હતી. 45 વર્ષના નરાધમની પોલીસે ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. આરોપી મૂળ બિહારનો (Accused From Bihar lived in Bengaluru) છે. જે પોતાના પરિવાર સાથે સેન્ટ્રલ બેંગ્લુરૂમાં રહેતો હતો. જ્યારે યુવતીને સારવાર માટે તથા મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મકાનમાલિકે યુવતીના ઘરમાં ઘુસી લમણે પિસ્તોલ તાંકી અને ન કરવાનુ કરી નાખ્યુ - અશોકનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ
કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂ સિટીમાંથી દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે (Rape Case Filed in Police Station) નોંધાઈ છે. બેંગ્લુરૂમાં યુવતીના લમણે ગન રાખીને 45 વર્ષના આધેડે એને પીંખી (Raped by 45 year old man) નાંખી હતી. જે ખરેખર મકાન માલિક છે એની બેંગ્લુરૂ પોલીસે ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. યુવતી એમના મકાનમાં ભાડે રહેતી હતી. ગન દેખાડીને યુવતીને મકાનમાલિકે હવસનો શિકાર બનાવી હતી.
આ પણ વાંચો:આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા
શું કહ્યું પોલીસે:બેંગ્લુરૂ પોલીસે આ કેસ સંબંધીત વિગત આપતા કહ્યું હતું કે, તારીખ 11 એપ્રિલના રોજ આ ઘટના બની હતી. જ્યારે આરોપી પીડિતાના ઘરમાં જબરદસ્તીથી ઘુસી ગયો હતો. ગન દેખાડીને આરોપીએ પહેલા શારીરિક છેડતી કરી, અડપલા કર્યા અને પછી દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ પીડિતાને કહ્યું કે, તે ખૂબ પાવરફુલ વ્યક્તિ છે. ઘણી બધી જગ્યાએ એની પહોંચ છે. તે ધારે એ કરી શકે છે. શનિવારે બેંગ્લુરૂના અશોકનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ થઈ છે. પીડિતા એક વિદ્યાર્થિની છે અને મકાન માલિક જ્યારે એને મળવા માટે કોઈ છોકરો એને ઘરે આવતો તો એની સામે તે વાંધો ઊઠાવતો હતો. આ પ્રકારના એમના કડક વલણનો સામનો યુવતી ઘણા સમયથી કરતી હતી.