ઉડુપી: કર્ણાટકના ઉડુપી જિલ્લામાં રવિવારે એક યુવાન કપલ કારની અંદર સળગી ગયેલું મળી આવ્યું (Young couple found charred to death in car Udupi) હતું. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ યશવંત (23) અને જ્યોતિ (23) તરીકે થઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દંપતીએ તેમના પરિવારોને સંદેશો મોકલ્યો હતો કે 'તેઓ પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યાં (Karnataka Young couple suicide ) છે'.
જોત જોતામાં કાર ભળકે બળી, ભૂંજાયેલા મળી આવ્યા યુવાન કપલના દેહ આ પણ વાંચો:સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી
જો કે, પોલીસ તેની ખરાઈ કરી રહી છે અને મૃત્યુનું (Karnataka suicide in car) ચોક્કસ કારણ શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને બેંગલુરુનો નગર વિસ્તાર આર.ટી.માં રહેતા હતા. સળગતી કાર સ્થાનિક લોકોને બપોરે 3 વાગ્યાની આસપાસ મળી આવી હતી. પોલીસ પહોંચ્યા પછી, તેમને એક યુવક અને યુવતીના સળગેલા મૃતદેહો મળ્યા હતા.
જોત જોતામાં કાર ભળકે બળી, ભૂંજાયેલા મળી આવ્યા યુવાન કપલના દેહ આ પણ વાંચો:કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો
ત્રણ દિવસ પહેલા બેંગલુરુના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક લોકોએ 21 મેના રોજ વિક્રેતા હુસૈન પાસેથી કાર ભાડે લીધી હતી. આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. દંપતીએ 18 મેના રોજ પોતપોતાના ઘર છોડી દીધા હતા. જ્યોતિએ તેના માતા-પિતાને કહ્યું હતું કે, તે એક ઇન્ટરવ્યુમાં હાજરી આપશે અને યશવંતે તેના માતા-પિતાને જાણ કરી હતી કે તે વર્ગોમાં હાજરી આપી રહ્યો છે.