- આજ યોગીની એકાદશી
- આ એકાદશી કરવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના
- ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન
રાંચી: યોગીની એકાદશીને ખૂબ જ ખાસ એકાદશી માનવામાં આવે છે કેમકે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી આ એકાદશીના કેટલાય વિશેષ મહત્વ છે. યોગીની એકાદશને લઈને રાંચીના જ્યોતિષાચાર્ય સ્વામી દિવ્યાનંદ મહારાજ જણાવે છે કે દરેક મહિનામાં 2 એકાદશી આવે તે અને વર્ષમાં 24 એકાદશી આવે છે પણ અષાઢમના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે.
આ મંત્રનો જાપ કરો
માન્યતા છે કે યોગિની એકાદશી માટે ભક્ત ॐ નમો: ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકે છે. જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરી શકે છે. યોગીની એકાદશી કરવાની વિધી અંગે સ્વામી દિવ્યાનંદ મહારાજ જણાવે છે કે ધૂપ, દિપ, અગરબત્તી, પ્રસાદ ભગવાનને સાચ્ચા મનથી બ્રમ્હ મુહર્તમાં ચઢાવવામાં આવે તો ભક્તને દરેક મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : આજે રમા એકાદશી, દિવાળીના પર્વોનો પ્રારંભ
શું છે કથા ?
સ્વામિ દિવ્યાનંદ મહારાજએ જણાવ્યું હતું કે આ એકાદશી કરવા પાછળ કથા છે. જેના વિશે કહેવામાં આવે છે કે સ્વર્ગ લોકમાં માનસરોવરના રાજા કુબેરે પોતાના હેમ નામના માળીને ફૂલ લાવવા માટે મોકલ્યો, પણ હેમ પોતાની પત્ની સાથે કલાકો સુધી પ્રેમ ક્રિડા કરતો રહી ગયો જેના કારણે રાજાને ફૂલ ના મળ્યા અને પૂજામાં વિલંબ થઈ ગયો. ગુસ્સે ભરાયેલા રાજાએ હેમ માળીને શ્રાપ આપ્યો કે તે પોતાની પત્નીથી હંમેશા દૂર થઈ જશે. જે બાદ હેમ માળી સ્વર્ગલોકના માન સરોવરને છોડીને પૃથ્વીલોકમાં આવી ગયો અને તે કુષ્ઠ બિમારીથી ગ્રસિત થઈ ગયો. ત્યારે માર્કંડ ઋષિએ હેમ માળીને યોગીની એકાદશી કરવા જણાવ્યું હતું. . આ વ્રત દ્વારા તે શાપથી મુક્ત થઈ ગયો અને તે પાછો સ્વર્ગ લોક પોતાની પત્ની પાસે જઈ શક્યો.
આ પણ વાંચો : vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત
ભગવાન વિષ્ણુની કુપા
સ્વામી દિવ્યાનંદ મહારાજે કહ્યું કે યોગિની એકાદશીના ઉપવાસ કરવાથી બધા પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોએ આ ઉપવાસ કરવો જોઈએ, જેમાંથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદ મળે.