નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (Yogi meets Prime Minister Modi) મુલાકાત કરી.
નવી કેબિનેટની રચનાની ચર્ચા: યોગી આદિત્યત રવિવારે વડા પ્રધાન મોદી અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે નવી કેબિનેટની રચનાની ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અને નવા પ્રધાનમંડળની રચના અંગે ચર્ચા કરી.
11 પ્રધાનો ચૂંટણીમાં હારી ગયા:એવું જાણવા મળ્યું છે કે, નવા પ્રધાનમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે શ્રેણીબદ્ધ બેઠકો નક્કી કરવામાં આવી છે, સામાજિક અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને, નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે 11 પ્રધાનો ચૂંટણીમાં હારી ગયા છે.