લખનઉઃ યુપી વિધાનસભાની ચૂંટણીમાં (UP Assembly Election 2022)પોતાને અન્ય કરતા શ્રેષ્ઠ સાબિત કરવાની ઓનલાઈન લડાઈ રોમાંચક બની ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)અને દિલ્હીના મુખ્યપ્રધાન અને રાજ્યમાં રાજકીય જમીન શોધી રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વિટર યુદ્ધ (UP 2022 Election Campaign highlights ) ચાલી રહ્યું છે. પહેલા સીએમ યોગી આદિત્યનાથે એક પછી એક ટ્વિટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા, પછી કેજરીવાલે પણ પોતાની આગવી શૈલીમાં (Yogi Kejriwal Twitter War ) જવાબ આપ્યો.
સીએમ યોગીએ કેજરીવાલને કહ્યાં જૂઠાં
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે કેજરીવાલ જૂઠું બોલવામાં માહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે આખો દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે કેજરીવાલે પરપ્રાંતીય મજૂરોને દિલ્હીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો. આ પછી કેજરીવાલે પણ નિશાન સાધતા યોગી સરકારની કામગીરી પર સવાલ (Yogi Kejriwal Twitter War ) ઉઠાવ્યાં હતાં.
પોતાના બીજા ટ્વીટમાં (Yogi Kejriwal Twitter War ) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લખ્યું- 'સાંભળો કેજરીવાલ, જ્યારે સમગ્ર માનવતા કોરોનાના દર્દને કારણે આક્રંદ કરી રહી હતી, તે સમયે તમે યુપીના કામદારોને દિલ્હી છોડવા માટે મજબૂર કર્યા હતાં. તમારી સરકારે મધ્યરાત્રિએ યુપી બોર્ડર પર નાના બાળકો અને મહિલાઓને પણ નિ:સહાય છોડી દેવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કૃત્ય કર્યું. આપનેે દેશદ્રોહી કહું કે...'
આ પણ વાંચોઃ Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો