- કિસાન સંમેલનમાં મુખ્યપ્રધાન યોગીની જાહેરાત
- મુખ્યપ્રધાન યોગીએ શેરડીના ખેડૂતોને આપી મોટી ભેટ
- શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો
લખનઉ, ઉત્તરપ્રદેશ : કિસાન સંમેલનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણે શેરડીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમતની શેરડીનો ભાવ હવે વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, તેમજ શેરડીનો ભાવ 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે વધારીને 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.
શેરડીના ટેકાના ભાવમાં કર્યો વધારો
લખનઉમાં યોજાયેલા કિસાન સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ખેડૂતોનું શોષણ થવા દેવામાં આવશે નહીં. શેરડીના ટેકાના ભાવ રૂપિયા 325થી વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા હતા.