ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મજૂર વર્ગ માટે 2 યોજનાઓની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના મજૂર વર્ગ માટે 2 યોજનાઓની જાહેરાત કરી છે. જે અંતર્ગત તમામ મજૂરોને આકસ્મિક મૃત્યુ અથવા શારીરિક અક્ષમતા માટે રૂપિયા 2 લાખનું વીમા કવર આપવામાં આવશે. તેમજ રૂપિયા 5 લાખનું સ્વાસ્થ્ય વીમા કવર પણ તેમને આપવામાં આવશે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મજૂર વર્ગ માટે 2 યોજનાઓની જાહેરાત કરી
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મજૂર વર્ગ માટે 2 યોજનાઓની જાહેરાત કરી

By

Published : May 2, 2021, 9:18 PM IST

  • ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા મહત્વની જાહેરાત
  • રાજ્યના મજૂર વર્ગને મળશે લાભ
  • રૂપિયા 2 લાખ તથા 5 લાખની વીમા યોજનાની કરી જાહેરાત

ઉત્તરપ્રદેશ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત તમામ મજૂરોને આકસ્મિક મૃત્યુ અથવા શારીરિક અક્ષમતાના બનાવ માટે રૂપિયા 2 લાખ તથા રૂપિયા 5 લાખની વીમા પોલિસી આપવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 મે થી મજૂર વર્ગને મફત અનાજ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગતવર્ષે પણ આપવામાં આવી હતી સહાય

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગતવર્ષ 2020 માં ફક્ત મફત અનાજ જ નહિ, પરંતુ "ભરણ પોષણ ભથ્થું" પણ આપવામાં આવ્યું હતું. આશરે 54 લાખ જેટલા મજૂરોને આ યોજનાનો લાભ મળ્યો હતો. 40 લાખ જેટલા પરપ્રાંતીય મજૂરો જેઓ અન્ય રાજ્યોમાંથી પરત ફર્યા હતા, તેમને પણ આ લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કન્યા વિવાહ સહાયતા યોજના પણ ચાલી રહી છે, જે હેઠળ મજૂરોની દીકરીઓના લગ્ન માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. બાળકોને મફત હોસ્ટેલ સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સુવિધાઓ પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

કરફ્યૂમાં આવશ્યક સેવાઓને અપાઈ છૂટછાટ

ઉત્તરપ્રદેશમાં કરફ્યૂના સમયગાળામાં આવશ્યક ચીજવસ્તુ તથા સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ઉદ્યોગો ધમધમતા રહેશે. મજૂરો માટે એક કોવિડ હેલ્પ ડેસ્ક ઉભો કરવામાં આવ્યો છે. જે કોરોના અંગે માર્ગદર્શન આપશે. તેમજ જરૂરી સહાય કરશે. તેમને માસ્ક, સેનેટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details