ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાનો પગ પેસારો, મુખ્યપ્રધાન યોગી થયા કોરોના સંક્રમિત - આદિત્યનાથ આઇસોલેશન

ઉત્તરપ્રદેશની મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) અને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને અધિકારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બાદ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાને આઇસોલેશન કરી દીધા છે. મુખ્યપ્રધાને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાનો પગ પેસારો, મુખ્યપ્રધાન યોગી થયા આઇસોલેશન
મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાનો પગ પેસારો, મુખ્યપ્રધાન યોગી થયા આઇસોલેશન

By

Published : Apr 14, 2021, 9:13 AM IST

Updated : Apr 14, 2021, 1:58 PM IST

  • મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ એસ.પી. ગોયલ કોરોના પોઝિટિવ
  • આ અંગે મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતીં
  • સાવચેતીના ભાગરૂપે યોગીએ પોતાને આઇસોલેશન કર્યા

લખનઉ: કોરોના વાઇરસ રાજધાનીની મુખ્યપ્રધાન કાર્યાલય અને મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર પહોંચી ગયો છે. મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ એસ.પી. ગોયલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ બાદ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાને આઇસોલેશન કરી દીધા છે. આ અંગે મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતી. વધુમાં કહ્યું કે, 'મારી ઑફિસના કેટલાક અધિકારીઓ પણ સંક્રમિત થયા છે. આ અધિકારીઓ મારા સાથે સંપર્ક હતા. તેથી, સાવચેતીના ભાગરૂપે હું પોતાને આઇસોલેશન કરી રહ્યો છું.'

આ પણ વાંચો:ગુજરાત કોરોના અપડેટ : નવા 6021 કેસ અને 55 મોત નોંધાયા

CMOના અન્ય કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ

મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ એસપી ગોયલનું કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય ઑફિસના અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ જોવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એસપી ગોયલ, ઓએસડી અભિષેક કૌશિક, વિશેષ સચિવ અમિત સિંહ અને કેટલાક અન્ય કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ

Last Updated : Apr 14, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details