ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગગુરૂ રામદેવની કોરોનિલ દવાના ખોટા દાવા પર રોક લગાવવાની અરજી અંગે આજે Delhi High Courtમાં સુનાવણી

છેલ્લા કેટલાક દિવસોથી યોગગુરૂ રામદેવ અને એલોપેથી ડોક્ટરોની સંસ્થા આઈએમએ (IMA) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ તમામની વચ્ચે આજે યોગગુરૂ રામદેવ તરફથી કોરોનિલ દવાઓને (Coronil Medicine) લઈને કથિત ખોટા દાવા પર રોક લગાવવાની માગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) સુનાવણી થશે.

યોગગુરૂ રામદેવની કોરોનિલ દવાના ખોટા દાવા પર રોક લગાવવાની અરજી અંગે આજે Delhi High Courtમાં સુનાવણી
યોગગુરૂ રામદેવની કોરોનિલ દવાના ખોટા દાવા પર રોક લગાવવાની અરજી અંગે આજે Delhi High Courtમાં સુનાવણી

By

Published : Aug 18, 2021, 12:27 PM IST

  • યોગગુરૂ રામદેવની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
  • રામદેવે કોરોનિલ દવાઓને લઈને ખોટા દાવા પર લગાવવાની માગની અરજી કરી હતી
  • IMAએ કેન્દ્રિય આરોગ્ય પ્રધાનને પત્ર લખીને રામદેવ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) યોગગુરૂ રામદેવ (Yogaguru Ramdev) તરફથી કોરોનિલ દવાઓને લઈને ખોટા દાવા પર રોક લગાવવાની માગ કરતી એઈમ્સ (AIIMS)ના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ. સી. હરિશંકરની બેન્ચ આ અરજી પણ સુનાવણી કરશે. 16 ઓગસ્ટે કોર્ટે રામદેવને 24 કલાકની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.

આ પણ વાંચોઃBaba Ramdev એલોપથી અંગે આપેલા નિવેદનનો મૂળ રેકોર્ડ રજૂ કરે: SC

રામદેવે મેડિકલ સાયન્સને પડકાર આપ્યોઃ ડોક્ટર્સ

30 જુલાઈએ કોર્ટે રામદેવને નોટિસ આપી હતી. અરજીમાં કહ્યું હતું કે, રામદેવે સાર્વજનિક રીતે ડોક્ટરો સિવાય વિજ્ઞાનને પણ પડકાર આપ્યો છે. તેમના નિવેદનથી લોકોનું નુકસાન થઈ રહ્યું છે. તેઓ મેડિકલ સાયન્સને પડકારી રહ્યા છે.

આ પણ વાંચોઃકોરોનિલ દવાના દાવાને લઇને દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને નોટિસ ફટકારી

રામદેવે એલોપેથી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રામદેવ ખૂબ જ પ્રભાવશાલી વ્યક્તિ છે અને તેમની ઘણા લોકો સુધી પહોંચ છે. તેમના નિવેદન તેના પ્રશંસકોને પ્રભાવિત કરે છે. આપને જણાવી દઈએ કે, રામદેવે એલોપેથી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ IMAએ કેન્દ્રિય આરોગ્ય પ્રધાનને પત્ર લખીને રામદેવ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન રામદેવે પોતાનું નિવેદન પરત લેવાનું કહ્યું હતું. IMAએ રામદેવને લીગલ નોટિસ પણ મોકલી હતી. છેલ્લા 1 જૂને દેશભરના એલોપેેથી ડોક્ટર્સે રામદેવ સામે કાર્યવાહીની માગ અંગે કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details