ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબા રામદેવે પતંજલિમાં ફૂલોની હોળી રમી - હરિદ્વારના સમાચાર

યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિમાં વિદ્યાર્થીઓ સાથે ફૂલોથી હોળી રમી હતી. આ દરમિયાન બાબા રામદેવે હોળીની શુભેચ્છા પાઠવતા તમામ દેશવાસીઓને વિશેષ સંદેશ આપ્યો છે.

બાબા રામદેવે પતંજલિમાં ફૂલોની હોળી રમી
બાબા રામદેવે પતંજલિમાં ફૂલોની હોળી રમી

By

Published : Mar 28, 2021, 10:55 PM IST

  • બાબા રામદેવે દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી
  • બાબા રામદેવે પતંજલિમાં વિદ્યાર્થીઓ સાથે ફૂલોથી હોળી રમી
  • દેશવાસીઓને વિશેષ સંદેશ આપ્યો

હરિદ્વાર: પતંજલિ યોગપીઠમાં આચાર્યકુલમ વૈદિક ગુરુકુલમ પતંજલિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે હોળી મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાબ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ વિદ્યાર્થીઓ સાથે ફૂલોની હોળી રમી હતી. સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બાળકોની વચ્ચે જઈને ફૂલોથી હોળી રમી હતી. આ સમય દરમિયાન સમગ્ર પતંજલિ કેમ્પસ હોળીના રંગમાં રંગાયો હતો.

આ પણ વાંચોઃ પાટણમાં હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની કરાઇ ઉજવણી

હોળીના તહેવાર પર ભારત સરકારની માર્ગદર્શિકાને અનુસરવી જોઈએઃ બાબા રામદેવ

હોળીના તહેવાર પર બાબા રામદેવ જણાવ્યું હતુ કે, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને હોળીના તહેવાર પર ભારત સરકારની માર્ગદર્શિકાને અનુસરવી જોઈએ. તેમણે જણાવ્યું હતુ કે, દેશમાં હોળીના રંગો, યોગના રંગો, આધ્યાત્મિકતાના રંગો પ્રવર્તે છે અને તમામ રંગહીન લોકોને દોષો અને નબળાઇથી મુક્તિ મળી શકે છે. બાબા રામદેવે હોળીની પ્રજાને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ અંબાજીમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું

હોળી પ્રકૃતિ અને રંગોનો તહેવાર છેઃ બાબા રામદેવ

બાબા રામદેવે જણાવ્યું હતુ કે હોળી પ્રદૂષણ ફેલાવવાનો તહેવાર નથી પરંતુ તે પ્રકૃતિ અને રંગોનો તહેવાર છે. આમાં આપણે આપણા પૂર્વજોના ચરિત્રના રંગમાં રંગાયેલા છે, આ આદર્શ તરીકે આપણે હોળીની ઉજવણી કરવી જોઈએ. કોરોના યુગ દરમિયાન બજારમાં વેચવામાં આવતા રંગો સાથે હોળી રમશો નહીં. એવા લોકો સાથે હોળીની ઉજવણી કરો જ્યાં તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો. કોરોના મહામારીને દ્યાને રાખીને બાબા રામદેવે તેમની પતંજલિ યોગપીઠમાં આચાર્યકુલમના વિદ્યાર્થીઓ સાથે ફૂલોની હોળી રમી હતી. આ જ સમયે તેમણે દેશવાસીઓને સંદેશ આપ્યો કે આવા રાસાયણિક રંગોથી હોળી ન રમો, દરેક વ્યક્તિએ ભારત સરકારની માર્ગદર્શિકાને પણ અનુસરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details