- નાણા પ્રધાન નિર્મલા સીતારમણે DFI શરૂ કરવાની આવશ્યકતાનો કર્યો ઉલ્લેખ
- નવી પહેલથી 111 લાખ કરોડના મૂડીરોકાણનો પ્રવાહ આવશે
- રાજકીય હસ્તક્ષેપે વિકાસ બેન્કોની સ્થિતિમાં બગાડી
હૈદરાબાદ: અંદાજપત્રનાં ભાષણમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે DFI શરૂ કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્રીય પ્રધાનમંડળે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. પ્રધાનમંડળે અનુમતિ આપેલા ખરડામાં દાવો કરાયો છે કે, DFI કૉવિડ કટોકટીના કારણે અનપેક્ષિત સ્તર સુધી સંકોચાઈ ગયેલા રાષ્ટ્રીય અર્થતંત્રમાં નવો પ્રાણ ફૂંકવા સમર્થ નિવડશે. તે ખાતરી આપે છે કે, DFIમાં લાંબા ગાળાનું મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સોહન રૂપે દસ વર્ષ કર માફી અપાશે. કેન્દ્ર સરકારના અંદાજ પ્રમાણે, નવી પહેલથી 761 આંતરમાળખા પરિયોજનાઓમાં રૂપિયા 111 લાખ કરોડના મૂડીરોકાણનો પ્રવાહ આવશે.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત?
વિકાસ બેન્કોથી ભારતમાં જટિલતાઓ અને પડકારો દૂર થશે
ચીન, બ્રાઝિલ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન અને જર્મનીની વિકાસ બૅન્કોએ જે-તે દેશોના આર્થિક ઉત્થાનમાં અગત્યની ભૂમિકા ભજવી છે. કેન્દ્ર સરકાર માને છે કે, બૅન્કથી ભારતમાં પણ જટિલતાઓ અને પડકારો દૂર થશે. ભારતીય આંતરમાળખા વિકાસ બૅન્ક અધિનિયમ 1964 રદ્દ કરાતાં ભારતમાં DFI સંસ્થાઓનો યુગ સમાપ્ત થયો હતો. નવી પ્રસ્તાવિત વિકાસ બૅન્કની સફળતા વિતેલા સમયની ભૂલો અને કડવા અનુભવોને રોકવા લેવાતી સાવધાનીઓ પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો:વરસાદી પાણીના સંગ્રહથી જળની બાબતમાં સ્વાવલંબન
બેજવાબદાર નીતિ નિર્ણયોના કારણે નફાક્ષમતા અને પ્રગતિને ગંભીર ફટકો
વિકાસ બૅન્ક સઘન ઔદ્યોગિકરણને ઝડપી બનાવી શકે છે, તેવી સમજનાં મૂળિયાં ભારતમાં લાંબા સમય પહેલાંથી છે. તેના પરિણામે, IFCI(1948), ICICI(1955) અને IDBI(1964) જેવી સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે અને SFC અને SIDC જેવી સંસ્થાઓ રાજ્ય સ્તરે અસ્તિત્વમાં આવી. આ સંસ્થાઓ સ્વાયત્ત રીતે કામ ન કરી શકી કારણકે તેમનો મુખ્ય આર્થિક સ્રોત સરકાર હતી. રાજકીય હસ્તક્ષેપે ક્રમશ: તેમની સ્થિતિ બગાડી. બેજવાબદાર નીતિ નિર્ણયોના કારણે તેમની નફાક્ષમતા અને પ્રગતિને ગંભીર ફટકો પડ્યો. તેમની NPA(નૉન પર્ફૉર્મિંગ એસેટ) અન્ય વ્યાવસાયિક બૅન્કોની ભરપાઈ કર્યા વગરનાં દેવાંથી વધી ગઈ.
આ પણ વાંચો:મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?
ICICI જેવી સંસ્થાઓએ પોતાને વ્યાવસાયિક બૅન્કોમાં રૂપાંતરિત કરી
લાંબા ગાળાની લૉન આપવાની સત્તા અન્ય વ્યાવસાયિક બૅન્કોને પણ આપવાની એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણના પગલે લાંબા ગાળાની લૉન આપવાની આંતરમાળખા વિકાસ બૅન્કોની એકહથ્થુતાનો અંત આવ્યો. તે પછી આ મોરચે સઘન સુધારાઓ પણ થયા. ICICI જેવી સંસ્થાઓએ પોતાને વ્યાવસાયિક બૅન્કોમાં રૂપાંતરિત કરી. તે પછી અનેક નાની નાની બૅન્કોએ સાથે મળીને એકછત્ર સંસ્થા બનાવી જે લાંબા ગાળાની લૉન આપે. જોકે જમીન સંપાદનમાં વિલંબના કારણે, આંતરમાળખાકીય વિકાસ સંસ્થાઓને પીછેહટનો સામનો કરવો પડ્યો. તેમની NPA વધતી ગઈ.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે
સરકારનો દાવો, DFIમાં કોઈ લૂપહોલ્સ રખાયા નથી
DFI સ્થાપવાનો પ્રસ્તાવ દેશની આંતરમાળખાકીય પરિસ્થિતિને સુધારવાના કાલ્પનિક હેતુથી પાછો ફર્યો છે. આ ખરડો વિકાસ બૅન્કે લીધેલા કોઈ પણ નિર્ણયને પડકારવાની કોઈ તક આપતો નથી. જવાબદાર લોકોને કોઈ પણ રીતે પ્રશ્નો નહીં પૂછી શકાય તેમ ખરડો કહે છે. ખરડામાં દાવો છે કે, DFIમાં કોઈ લૂપહોલ્સ રાખવામાં નથી આવ્યાં. કેન્દ્રએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, અગાઉની વિકાસ બૅન્કો ડૂબી તેનું કારણ લૉન આપવામાં અન્યાયકારી પૂર્વગ્રહ હતો. દરેક તબક્કે જવાબદેહી નક્કી કરતાં પગલાંઓ જ વિકાસ બૅન્કને સાચા અર્થમાં વિકાસ પ્રૉજેક્ટ માટે વધુ સારાં આર્થિક સ્ત્રોત તરીકે બનાવવામાં મદદ કરી શકશે.