હૈદરાબાદઃ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3ને મળેલ સફળતાને પરિણામે ભારતે અંતરિક્ષ ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું. આ મિશનની સફળતાને પરિણામે દેશ એ દેશની યાદીમાં આવી ગયો જેને ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યુ હોય. ભારત અગાઉ વિશ્વના માત્ર 3 દેશ અમેરિકા, રશિયા અને ચીને જ આ સિદ્ધિ મેળવી છે.
ચંદ્રયાન 3ને 2023માં14 જુલાએ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને લઈને અંતરિક્ષમાં યાન 23 ઓગષ્ટે ચંદ્ર પર પહોંચ્યું હતું. સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે 14 દિવસ સુધી ચંદ્રની માટીનું પરીક્ષણ કર્યુ તેમજ ડેટા ઈસરોને મોકલ્યો હતો.
ભારતે રશિયા અગાઉ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરી હતી પણ તેમાં ભારત નિષ્ફળ રહ્યું હતું. રશિયાએ અંદાજિત 16000 કરોડ રુપિયા વાપરીને ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યુ હતું. જ્યારે ભારતે આ સિદ્ધિ મેળવવામાં માત્ર 600 કરોડ રુપિયા જ ખર્ચ કર્યા હતા.
ભારતે ચંદ્રયાન 3 બાબતે જે સિદ્ધિ મેળવી તેના માનમાં ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લાના માલિક એલન મસ્કે એક ટ્વીટ કર્યુ હતું. જે બહુ વાયરલ થયું હતું. મસ્કે ટ્વીટમાં ચંદ્રયાન 3 મિશનનો ખર્ચ હોલિવૂડની પ્રસિદ્ધ ફિલ્મ ઈન્ટરસ્ટેલરથી પણ ઓછો આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ટ્વીટ બહુ વાયરલ થયું હતું.
યુટયૂબના સીઈઓ નીલ મોહને એકસ હેન્ડલ પર જાણકારી આપી હતી કે ઈસરોના ચંદ્રયાન 3 મિશનનું લાઈવ સ્ટ્રીમિંગ વિશ્વભરમાં વધુ જોવામાં આવતું સ્ટ્રીમ બની ગયું છે. યુટયૂબ ઈન્ડિયાની પોસ્ટને રી શેર કરીને નીલે જણાવ્યું કે આ જોવું બહુ રોમાંચકારી હતું. ઈસરોની સમગ્ર ટીમને ધન્યવાદ. 8 મિલિયન વ્યૂઅર્સ એક અવિશ્વસનીય ઘટના છે.
ઈસરોની વેબસાઈટની લાઈવ ફીડના એક સ્ક્રીનશોટ જોઈને અંદાજ આવે છે કે ભારતના ચંદ્રયાન 3ને લઈને લોકોમાં કેટલી હદે પાગલપન હતું. માત્ર યુ ટયૂબની લાઈવ સ્ટ્રીમિંગ જોવાવાળા વ્યૂઅર્સ 8 મિલિયન હતા. જે એક રેકોર્ડ છે.
અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ ઈસરોને આ ઐતિહાસિક સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી. નાસાએ લોન્ચના એક દિવસ બાદ એક સ્પેશિયલ ફોટો શેર કર્યો હતો. અંતરિક્ષ એજન્સીએ એક્સ હેન્ડલ પર ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3 લેન્ડર દેખાતું હોય તેવો ફોટો શેર કર્યો હતો.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત અગાઉ અમેરિકા, રશિયા અને ચીને આ સફળતા હાંસલ કરી હતી. જો કે ચંદ્રના દક્ષિણ ધૃવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે.
ચંદ્રયાન 3 સિદ્ધિના મહત્વના તબક્કા
14 જુલાઈઃ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.