- યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી
- યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
- પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે
કલકત્તા: ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા જે કલકત્તા વિધાનસભાની ચૂંટણી પૂર્વે 13 માર્ચના રોજ TMCમાં જોડાયા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટીમાં મોટી જવાબદારી મળી છે. સિન્હાની TMCના ઉપ-પ્રમુખ અને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
યશવંત સિન્હાની TMCના ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનને TMCના મહાસચિવ સુબ્રત બક્ષીએ સોમવારે જારી કરેલા આદેશ મુજબ TMC રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે.