ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખો જાહેર, બદ્રીનાથના કપાટ 20 નવેમ્બરના થશે બંધ - ગંગોત્રી ધામ

ચારધામ યાત્રા (Chardham Yatra)ની સમાપનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. યમુનોત્રી ધામ (Yamunotri Dham) અને ગંગોત્રી ધામ (Gangotri Dham)ના કપાટ શિયાળા માટે બંધ કરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બંને મંદિર સમિતિઓના પદાધિકારીઓએ આજે તારીખ નક્કી કરી. યમુનોત્રી ધામના કપાટ 6 નવેમ્બર તેમજ ગંગોત્રી ધામના કપાટ 5 નવેમ્બરના બંધ થશે. તો ભગવાન બદરીવિશાલ (Badrivishal)ના કપાટ શિયાળામાં બંધ કરવાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. 20 નવેમ્બર 6 વાગ્યેને 45 મિનિટ પર ભગવાન બદરી વિશાલના કપાટ શિયાળા માટે વિધિસર બંધ કરી દેવામાં આવશે.

યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખો જાહેર
યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખો જાહેર

By

Published : Oct 15, 2021, 4:25 PM IST

  • ગંગોત્રી, યમનોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખો જાહેર
  • શિયાળા દરમિયાન 6 મહિના સુધી કપાટ બંધ રાખવામાં આવશે
  • મા યમુનાજીના દર્શન ખરસાલી અને મા ગંગાના દર્શન મુખબામાં કરી શકાશે

ઉત્તરકાશી: વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામ (Yamunotri And Gangotri)ના કપાટ શિયાળા માટે કપાટ બંધ કરવાની તારીખો બંને મંદિર સમિતિઓ તરફથી નક્કી કરી દેવામાં આવી છે. યમુનોત્રી ધામ (Yamunotri Dham)ના કપાટ ભાઈબીજના અવસર પર બપોરે 12 વાગ્યેને 15 મિનિટ પર 6 નવેમ્બરના શિયાળા માટે 6 મહિના માટે બંધ થઈ જશે. તો ગંગોત્રી ધામ (Gangotri Dham)ના કપાટ 5 નવેમ્બરના અન્નકૂટ પર્વ પર બપોરે 12 વાગ્યેને 45 મિનિટ પર 6 મહિના શિયાળા માટે વિધિસર બંધ કરી દેવામાં આવશે. તો 20 નવેમ્બરના ભગવાન બદરીવિશાલ (Badrivishal)ના કપાટ વિધિસર બંધ કરવામાં આવશે.

ખરસાલી ખાતે કરી શકાશે મા યમુનાજીના દર્શન

શિયાળામાં મા યમુનાજીના દર્શન ખરસાલી અને મા ગંગાના દર્શન મુખબામાં થશે. યમુનોત્રી ધામ મંદિર સમિતિના સચિવ સુરેશ ઉનિયાલે જણાવ્યું કે, 6 નવેમ્બરના ભાઈબીજના તહેવાર પર 11 વાગ્યે ને 45 મિનિટ પર વિધિસર યમુનોત્રી ધામના કપાટ 6 મહિના બંધ કરી દેવાની વિધિ શરૂ થશે. આમાં માનો શ્રૃંગાર, વિશેષ પૂજા-અર્ચના સામેલ છે. ત્યારબાદ અભિજીત મુહૂર્તમાં યમુનોત્રી ધામના કપાટ વિધિસરથી બપોરે 12 વાગ્યેને 15 મિનિટ પર 6 મહિના માટે બંધ કરી દેવામાં આવશે.

મા ગંગા મખુબામાં બિરાજમાન થશે

ત્યારબાદ મા યમુનાજીની ભોગમૂર્તિ પોતાના ભાઈ શનિ મહારાજની ડોલી સાથે શિયાળુ રોકાણ માટે ખરસાલી જવા રવાના થશે. તે જ દિવસે સાંજે તેના શિયાળુ રોકાણ સુધી પહોંચશે. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ દીપક સેમવાલે જણાવ્યું કે, મા ગંગાના ગંગોત્રી કપાટ 5 નવેમ્બરના વિધિસર અન્નકૂટ પર્વ પર બપોરે 11 વાગ્યેને 45 મિનિટ પર 6 મહિના શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યેને 50 મિનિટ પર શુભ સમયે મા ગંગાની ભોગમૂર્તિ શિયાળુ રોકાણ મુખબા માટે રવાના થશે.

ભગવાન બદરીવિશાલના કપાટ શિયાળા માટે બંધ થવાની તારીખ પણ જાહેર

મા ગંગાજીની ભોગમૂર્તિ 5 નવેમ્બરના રાત્રી વિરામ માર્કણ્ડેયપુરીમાં કરશે અને 6 નવેમ્બરના ભાઈબીજના અવસર પર મા ગંગા મખુબામાં બિરાજમાન થશે. તો ભગવાન બદરીવિશાલના કપાટ શિયાળા માટે બંધ થવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 20 નવેમ્બરના 6 વાગ્યે ને 45 મિનિટે ભગવાન બદરી વિશાલના કપાટ શિયાળુ માટે વિધિસર બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:ખુશખબર: તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે 69 હજાર ભક્તોએ કરાવી નોંધણી

ABOUT THE AUTHOR

...view details