- યમુનાનગરના યુવાને જેમ્સ કુક બ્રિસબેન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના કર્યું ટોપ
- શુભકામના આપવા માટે ઘરની બહાર લાગી લાઈનો
- પરીવાર પુત્રની ઉપલબ્ધીથી ખૂશ
યમુનાનગર : હરિયાણાના યમુનાનગર જિલ્લાનો રહેવાસી રણધીર કૌશિકે જેમ્સ કુક બ્રિસબેન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના બીજા વર્ષની બેચમાં ટોપ કર્યું છે. રણધીરની આ ઉપલબ્ધી માટે શુભકામના આપવા માટે લોકોની લાઈનો લાગી છે. રણધીરના પરીજનો મિઠાઈઓ ખાઈને ખુશી મનાવી રહ્યા છે. રણધીરની માતા વ્યવસાયે એસ્ટ્રોલોજીસ્ટ છે. તેઓ દિકરાની આ ઉપલબ્ધીથી ખૂશ છે.
બહેનોની મહત્વની ભૂમિકા
રણધીરને ઓસ્ટ્રેલિયા ગયોને 3 વર્ષ થયા છે. આઇટીના 3 વર્ષ છે, ત્યારબાદ 2 વર્ષનું કામ છે. તેના પિતા પવનકુમાર કૌશિક ઇકોનોમિક સેલ જગાધરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેણે કહ્યું કે તેની પાછળ રણધીરની બે બહેનો અનમિકા અને અંકશાની પણ મહત્વની ભૂમિકા છે.