- કૃષિ બિલને લઈને યમુનાનગરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
- વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું
- પોલીસે લગાવેલા બેરિકેડને ખેડુતોએ ટ્રેક્ટર વડે ઉથલાવ્યાં
યમુનાનગર ( હરિયાણા ):ભાજપના નેતાઓ અને પ્રધાનોને કૃષિ બિલ ( Farm Amendment Bill 2020 )ને લઈને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યમુનાનગરમાં મોટી સંખ્યામાં શનિવારે ખેડુતો એકઠા થયા હતા. આ દરમિયાન ખેડૂતો દ્વારા ભાજપના કાર્યક્રમમાં પહોંચેલા શિક્ષણ પ્રધાન કંવરપાલ ગુર્જર (Kanwar Pal Gujjar) અને પરિવહન પ્રધાન મૂળચંદ શર્મા(Transport Minister Moolchand Sharma)નો વિરોધ કરવામાં આવ્યો હતો. આથી, પોલીસ અને ખેડુતો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો:કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી