ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Yahoo Layoff : હવે યાહૂ છૂટા કરશે તેના 1600 કર્મચારીઓ - 20 ટકાથી વધુ કર્મચારીઓની છટણી

યાહૂ તેના 1,600 કર્મચારીઓની છટણી કરશે. Axios એ સૌપ્રથમ યાહૂ પર છટણી અંગે જાણકારી આપી હતી. શુક્રવારે કંપની પહેલા 12 ટકા કર્મચારીઓની છટણી કરશે. ત્યારબાદ આગામી છ મહિનામાં કંપની અન્ય 8 ટકા કર્મચારીઓની છટણી કરશે.

અમેરિકામાં ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બુધવારે જ ટેક કંપની ઝૂમે તેના 1300 કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તે પહેલા સોમવારે DELLએ તેના છ હજારથી વધુ કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકામાં ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બુધવારે જ ટેક કંપની ઝૂમે તેના 1300 કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તે પહેલા સોમવારે DELLએ તેના છ હજારથી વધુ કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી હતી.

By

Published : Feb 10, 2023, 3:16 PM IST

સાન ફ્રાન્સિસ્કો: ટેક જાયન્ટ કંપનીઓમાં છટણીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક ટેક કંપની યાહૂ તેના 1,600 કર્મચારીઓની છટણી કરશે. 20 ટકાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. કંપની આ છટણી બે ભાગમાં કરશે. શુક્રવારે કંપની તેના 12 ટકા કર્મચારીઓની છટણી કરશે. ત્યારબાદ આગામી છ મહિનામાં કંપની અન્ય 8 ટકા કર્મચારીઓની છટણી કરશે. Axios એ સૌપ્રથમ યાહૂ પર છટણી અંગે જાણકારી આપી હતી.

20 ટકાથી વધુ કર્મચારીઓની છટણી:યાહૂના સીઇઓએ જણાવ્યુ હતું કે આર્થિક સમસ્યાઓને કારણે છટણી કરવાનો નિર્ણય લેવાયો નથી. પરંતુ યાહૂને બિઝનેસ એડવર્ટાઇઝિંગ યુનિટ માટે શક્ય તેટલું નફાકારક બનાવવાનો ઇરાદાપૂર્વકનો નિર્ણય છે. છટણી કંપનીને નફાકારક વ્યવસાયોમાં વધુ રોકાણ કરવામાં મદદ કરશે. લેન્ઝોને જણાવ્યું હતું કે છટણીની કુલ સંખ્યા એડ ટેક યુનિટના વર્તમાન કર્મચારીઓના 50 ટકાથી વધુ અને યાહૂના વર્તમાન કર્મચારીઓના 20 ટકાથી વધુ હશે.

આ પણ વાંચો:ISRO SSLV ROCKET: 3 ઉપગ્રહો સાથે ઈસરોના SSLV રોકેટની બીજી ઉડાનનું કાઉન્ટડાઉન શરૂ

જાહેરાતનો એક ભાગ બંધ કરશે:અહેવાલો અનુસાર Yahoo તેના SSP અથવા સપ્લાય-સાઇડ પ્લેટફોર્મ તરીકે ઓળખાતા જાહેરાત વ્યવસાયનો એક ભાગ બંધ કરશે. જે ડિજિટલ પ્રકાશકોને તેમની સામગ્રી સામે સ્વચાલિત જાહેરાતો વેચવામાં મદદ કરે છે. કંપની જેમિની નામના તેના મૂળ જાહેરાત પ્લેટફોર્મને પણ બંધ કરશે. તે મૂળ જાહેરાતો વેચવા માટે એડ ટેક જાયન્ટ Taboola સાથે તેની નવી રચાયેલી ભાગીદારીનો લાભ લેશે.

આ પણ વાંચો:Twitter Boosts Character Limit : હવે ટ્વીટર પર લખાશે 4 હજાર અક્ષરો, બ્લુ ટિકવાળાને મળશે સુવિધા

ડિઝનીએ 7 હજાર લોકોને છૂટા કર્યા: ઉલ્લેખનીય છે કે યાહૂ પહેલા ડિઝનીએ પણ જાહેરાત કરી હતી કે કંપનીએ 7 હજાર લોકોને કંપનીમાંથી છૂટા કર્યા છે. ડિઝનીની છટણીનું કારણ કંપનીના કુલ સબ્સ્ક્રાઇબર્સમાં થયેલા ઘટાડાને માનવામાં આવે છે, જેના કારણે કંપનીને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. અમેરિકામાં ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બુધવારે જ ઝૂમે તેના 1300 કર્મચારીઓને છટણીની જાહેરાત કરી હતી. તે પહેલા સોમવારે DELL કંપનીએ તેના છ હજારથી વધુ કર્મચારીઓને છૂટા કરવાની માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details