- સેલ્ફી કેમેરા અને રીઅર-ફેસિંગ કેમેરા બન્ને તરીકે કામ કરશે
- ફ્રન્ટ-ફેસિંગ કેમેરો રોટેટિંગ રીઅર કેમેરાથી આંતરિક રીતે સક્રિય થાય છે
- કંપની એક કર્વ્ડવાળા અન્ડર-ડિસ્પ્લે કેમેરા મોડ્યુલના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે
બેઇજિંગ: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ અન્ડર-સ્ક્રીન ફ્લિપ કેમેરાવાળા સ્માર્ટફોન ડિઝાઇનની પેટન્ટ કરાવી છે, જે પ્રાથમિક કેમેરા અને સેલ્ફી કેમેરાથી ડ્યુઅલ હેતુ પ્રદાન કરવામાં સક્ષમ છે. ફોનના કેમેરાના સેટઅપમાં ઉપયોગમાં લેવામાં આવતી ફ્લિપ ટેક્નોલોજી કેમેરાને 180 ડિગ્રી સુધી ફેરવશે અને સેલ્ફી કેમેરા અને રીઅર-ફેસિંગ કેમેરા બન્ને તરીકે કામ કરશે.
આ પણ વાંચોઃલોકડાઉનઃ સેમસંગ, વનપ્લસ, ઓપ્પો અને શાઓમી સહિત ઘણી ફોન કંપનીઓએ વોરન્ટીમાં કર્યો વધારો
કંપનીએ તાજેતરમાં એક કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-ડિસ્પ્લે કેમેરાવાળા કોન્સેપ્ટ ફોનનું પ્રદર્શન કર્યું છે
ગીઝ્મોચાઇનાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, શાઓમી ટેક્નોલોજી ઉદ્યોગના સ્માર્ટફોન સેગમેન્ટમાં સક્રિય સંશોધન અને વિકાસને આગળ વધારવાનું ચાલુ રાખશે. કંપનીએ તાજેતરમાં એક કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-ડિસ્પ્લે કેમેરાવાળા કોન્સેપ્ટ ફોનનું પ્રદર્શન કર્યું છે. શાઓમી એકમાત્ર એવી કંપની નથી કે, જે નવીન કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-સ્ક્રીન કેમેરાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
પેટન્ટ એપ્લિકેશન ફેબ્રુઆરી 2020માં ટર્મિનલ ડિવાઇસ માટે ફાઇલ કરવામાં આવી હતી