નાલંદાઃ બિહારના નાલંદામાં બાળકોના રસીકરણમાં (Corona vaccination of adolescents in Bihar) બેદરકારી સામે આવી છે, જેનું પરિણામ 2 કિશોર ભાઈઓને ભોગવવું પડી (Negligence in Vaccination of Children in Nalanda) શકે છે. સોમવાર (3 જાન્યુઆરી)થી સમગ્ર દેશમાં 15થી 18 વયજૂથનું રસીકરણ શરૂ થયું છે. આ વયજૂથ માટે કોવેક્સિનની રસી મંજૂર કરવામાં આવી છે, પરંતુ નાલંદામાં 2 ભાઈઓને કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડ રસી આપવામાં આવી (Wrong Vaccination to Children in Nalanda) હતી. પીયૂષ રંજન અને આર્યન કિરણ સોમવારે રસી લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીના (Negligence of Bihar Health Department) કારણે બંને ભાઈઓને રસી આપવામાં આવી હતી, જેનું આજ સુધી બાળકો પર પરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી.
વેક્સિનેશનનું સર્ટિફિકેટ પણ ખોટું અપાયું
ઉલ્લેખનીય છે કે, DCGIએ 12 વર્ષથી 18 વર્ષની વય જૂથ માટે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 3 જાન્યુઆરીથી દેશભરમાં 15થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ નાલંદામાં આરોગ્ય વિભાગે બેદરકારી દાખવી છે. શરૂઆતમાં બે ભાઈઓને કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી, પરંતુ બંનેને સર્ટિફિકેટ કોવેક્સિનનું આપવામાં આવ્યું હતું.
ઓપરેટરે કહ્યું, કોવિશિલ્ડ લેવાથી કંઈ સમસ્યા નહીં થાય
પીયૂષ રંજને જણાવ્યું હતું કે, તેણે રવિવારે કોવેક્સિનનો સ્લોટ બૂક કર્યો હતો. તે સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ નાલંદા IMA હોલમાં રસીકરણ (Vaccination at Nalanda IMA Hall) માટે ગયો હતો. અહીં આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત રસીકરણ કેન્દ્રમાં તે પહોંચ્યો હતો, જ્યાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેણે રસી મેળવી હતી. ત્યારપછી તેને ખબર પડી કે, તેને અને તેના ભાઈને કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડની રસી આપવામાં આવી (Wrong Vaccination to Children in Nalanda) છે. ત્યારબાદ જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો ઓપરેટર દ્વારા કહેવામાં આવ્યું કે, કોવિશિલ્ડ લેવાથી કોઈ સમસ્યા નહીં થાય.
આ પણ વાંચો-Omicron Cases India: કોરોના સામે સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે