ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Wrestlers Protest: પોલીસે બ્રિજભૂષણ સિંહના ઘરેથી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી

દિલ્હી પોલીસે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ઘરેથી એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વ્યક્તિ શુક્રવારે સવારે બ્રિજ ભૂષણના ઘરે પહોંચ્યો હતો અને સ્ટાફ પાસેથી તેના વિશે પૂછપરછ કરી રહ્યો હતો. સ્ટાફને શંકા જતાં તેણે PCRને કોલ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.

Wrestlers Protest: પોલીસે બ્રિજભૂષણ સિંહના ઘરેથી શંકાસ્પદની અટકાયત કરી
Wrestlers Protest: પોલીસે બ્રિજભૂષણ સિંહના ઘરેથી શંકાસ્પદની અટકાયત કરી

By

Published : Jun 16, 2023, 4:51 PM IST

નવી દિલ્હી:દિલ્હી પોલીસે શુક્રવારે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના નિવાસસ્થાનેથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ બ્રિજ ભૂષણસિંહના ઘરે હાજર સ્ટાફ પાસેથી તેના વિશે પૂછપરછ કરી રહ્યો હતો. શંકા જતાં સ્ટાફે PCR ને ફોન કર્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.

શંકાસ્પદ વ્યક્તિનો ઉદેશ્ય:પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે. તે ભાજપના સાંસદના નિવાસસ્થાને કેમ આવ્યો હતો અને સ્ટાફને શું પૂછતો હતો? પોલીસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે, યુવક બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ચાલી રહેલા કેસ સાથે જોડાયેલી માહિતી લઈ રહ્યો હતો. અથવા કોઈ રીતે કેસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કોની સલાહ પર તે સાંસદના નિવાસસ્થાને આવ્યો હતો ?

વ્યક્તિનું ચાર્જશિટ કનેક્શન ? મહિલા રેસલર્સે સાંસદ બ્રિજભૂષણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં દિલ્હી પોલીસે ગુરુવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મહિલા કુસ્તીબાજોની છેડતી સાથે જોડાયેલા 25 લોકોના નિવેદનને મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે નવો વ્યક્તિ છે કે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

કેન્સલેશન રિપોર્ટ: દિલ્હી પોલીસે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને તેમના સમર્થકો સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ વાતની પુષ્ટિ કરતા દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટૂંક સમયમાં પોલીસ કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કરશે. આ માટે દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

  1. Wrestlers Protest: મેડલ વિસર્જિત નહિ કરે કુસ્તીબાજ, સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું
  2. Wrestlers Protest: જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત, કલમ ​​144 લાગુ, સાક્ષીએ કહ્યું- અમે શું ગુનો કર્યો

ABOUT THE AUTHOR

...view details