નવી દિલ્હી:રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે શનિવારે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ રાજીનામું આપશે નહીં કારણ કે રાજીનામું આપવાનો અર્થ એ થશે કે તેમણે તેમના પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા છે. શુક્રવારે સાંજે, દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપો પર બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી હતી. બ્રિજ ભૂષણે પત્રકારોને કહ્યું, 'રાજીનામું આપવું એ કોઈ મોટો મુદ્દો નથી પરંતુ હું અપરાધી નથી. જો હું રાજીનામું આપીશ તો તેનો અર્થ એ થશે કે મેં કુસ્તીબાજોના આરોપો સ્વીકારી લીધા છે. મારો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો છે (આવતા મહિને). સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે અને 45 દિવસમાં ચૂંટણી યોજાશે. મારો કાર્યકાળ ચૂંટણી પછી પૂરો થશે.
આ પણ વાંચોઃWrestlers Protest: ભારતનો ગોલ્ડન બોય કુસ્તીબાજોના સમર્થનમાં, ન્યાય માટે કરી અપીલ
એક પરિવાર અને એક અખાડા વિરોધ કરી રહ્યા છેઃ બ્રિજ ભૂષણે કહ્યું, દરરોજ કુસ્તીબાજો નવી માંગ લઈને આવે છે. તેઓએ FIRની માંગણી કરી, એફઆઈઆર નોંધવામાં આવી અને હવે તેઓ કહી રહ્યા છે કે મને જેલમાં મોકલવામાં આવે અને મારે તમામ હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ. હું મારા મતવિસ્તારના લોકોના કારણે સાંસદ છું વિનેશ ફોગાટના કારણે નહીં. માત્ર એક પરિવાર અને અખાડા વિરોધ કરી રહ્યા છે અને હરિયાણાના 90 ટકા કુસ્તીબાજો મારી સાથે છે.
આ પણ વાંચોઃWrestlers Protest: પ્રિયંકા ગાંધી પહોચ્યા જંતર-મંતર, કુસ્તીબાજોને મળ્યા, પોલીસને 'FIR નકલ બતાવવા' કહ્યું
ઉદ્યોગપતિઓ અને કોંગ્રેસનો હાથ છેઃબ્રિજ ભૂષણે કહ્યું, 'તે તેમના પરફોર્મન્સ પહેલા મારી પ્રશંસા કરતો હતા. મને તેમના લગ્નમાં આમંત્રિત કરતા હતા, મારી સાથે તસવીરો ક્લિક કરાવવા અને મારા આશીર્વાદ લેતા હતા. તેમણે 12 વર્ષ સુધી કોઈ પોલીસ સ્ટેશન, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી કે ફેડરેશનમાં મારા વિશે (જાતીય સતામણી) ફરિયાદ કરી નથી. આ પહેલા શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જંતર-મંતર પર કુસ્તીબાજોને મળ્યા હતા. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બ્રિજ ભૂષણે કહ્યું, 'હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે આ વિરોધ પાછળ કેટલાક ઉદ્યોગપતિઓ અને કોંગ્રેસનો હાથ છે'.