ન્યૂઝ ડેસ્ક:આપણે જે ખાઈએ છીએ કે, હેલ્ધી ફૂડ (Healthy food) ખાવાથી તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય(health tips) પર પડે છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા (Eat healthy foods for a long life) માટે બાળપણથીજ યોગ્ય ખાનપાન (diet plan) રાખવાની જરૂર છે. જો તમે અત્યાર સુધીમાં ધ્યાન ન આપ્યું હોય, તો હજુ મોડું નથી થયું. અહીં અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થોના નામ જણાવી દઈએ કે, જે દુનિયામાં સૌથી હેલ્ધી માનવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે, તે બહુ મોંઘું નથી અને તમને તે બજારમાં સરળતાથી મળી જશે. તમારા આહારમાં શક્ય તેટલી આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. અને જેઓ તેને જાણતા હોય તેમને પણ જાગૃત કરો.
સફરજન: સફરજન ના ફાયદા તેની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામીન-સી અને વિટામીન-બી મળી રહે છે. નિયમિત સફરજન ખાવાથી રાત ના ઓછુ દેખાવાની બીમારી હોય તેને ઘણો ફાયદો થાય છે. મોતિયાબિંદ,ગ્લુકોમા, જેવી આંખ ની બીમારી માં પણ સફરજન ફાયદાકારક છે. દરરોજ એક સફરજન ખાવથી હાડકા ને લગતી બીમારિયો માં ફાયદો થાય છે. અને હાડકા મજબૂત બને છે. લીવર ના દર્દીઓ અને યકૃત પણ એક સફરજન ખાવાથી બરાબર કામ કરે છે.
કેળા:ગ્લુકોઝથી ભરપૂર હોય છે. જે શરીરને તરત જ તાકાત આપે છે. કેળામાં ૭૫ ટકા પાણી હોય છે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં પણ કેળા ફાયદાકારી છે. લોહીને શુદ્ધ કરવામાં લોહ, મેગ્નેશિયમ મુખ્ય ભૂમિકા ભજવે છે. કેળા આંતરડાના રોગને દૂર કરવામાં લાભદાયી નીવડે છે સાથે કબજિયાતની બીમારીમાં ફાયદાદાયક છે.