ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 6:18 PM IST

ETV Bharat / bharat

Wrestling federation of India News: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની મેમ્બર શિપ વર્લ્ડ રેસલિંગ ફેડરેશને કેન્સલ કરી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની મેમ્બરશિપ રદ થવાથી 16 સપ્ટેમ્બરથી શરૂ થતી ઓલ્મ્પિક ક્વાલિફાઈંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોને નુકસાન થઈ રહ્યું છે. ફેડરેશનની ચૂંટણી જૂન 2023માં થવાની હતી પરંતુ હાઈકોર્ટમાં અલગ અલગ રાજ્યો વતી અરજીઓ થવાથી ચૂંટણી સતત પાછી ઠેલાતી ગઈ. આજે નુકસાન નિર્દોષ કુસ્તીબાજોને ભોગવવાનું આવ્યું.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની મેમ્બર શિપ કેન્સલ થઈ ગઈ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની મેમ્બર શિપ કેન્સલ થઈ ગઈ

નવી દિલ્હીઃરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની મેમ્બર શિપ વર્લ્ડ રેસલિંગ ફેડરેશને રદ કરી. આ ઘટનાનું સીધુ નુકસાન ભારતીય કુસ્તીબાજોને થઈ રહ્યું છે. ભારતની મેમ્બર શિપ રદ થવાનું મુખ્ય કારણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ચૂંટણી ન થવાનું જણાવાયું છે. આ પરિસ્થિતિમાં આગામી 16 સપ્ટેમ્બરે શરૂ થનારી ઓલ્મ્પિક ક્વાલિફાઈંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના કુસ્તીબાજોને ન્યૂટ્રલ એથલેટના સ્વરૂપે ભાગ લેવો પડશે. તેમને ભારતીય ટીમના ખેલાડી નહી ગણવામાં આવે.

ચૂંટણી પાછી ઠેલાતી રહીઃ ઉલ્લેખનિય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહનો કાર્યકાળ ઘણા સમય અગાઉ પૂરો થઈ ચૂક્યો છે. ત્યાર બાદ રેસલિંગ ફેડરેશને ચૂંટણીના ઘણા પ્રયત્નો કર્યા પણ સુપ્રીમ કોર્ટની દરમિયાન ગીરી અને હાઈકોર્ટમાં અલગ અલગ કેસને પરિણામે ચૂંટણી પાછી ઠેલાતી રહી. તેથી હજુ સુધી ભારતના રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થઈ શકી નથી. હવે આ બાબતે નુકસાન ભારતીય કુસ્તીબાજોને થઈ રહ્યું છે.

જૂન 2023માં થવાની હતી ચૂંટણીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી જૂન 2023માં થવાની હતા. શરૂઆતમાં કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન અને અલગ અલગ રાજ્યોના રેસલિંગ ફેડરેશને કોર્ટમાં કેસ દાખલ કર્યા હોવાને કારણે હાઈકોર્ટે ચૂંટણી પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં 15 પદો પર 12 ઓગસ્ટે ચૂંટણી થવાની હતી. આ ચૂંટણીની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. ઉત્તર પ્રદેશથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના તત્કાલિન અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહે પોતાના અંગત સંજય સિંહ સહિત ચાર ઉમેદવારોનું નામાંકન પણ કરાવ્યું હતું પણ ચૂટણી યોજાઈ શકી નહીં.

  1. Wrestler Sexual Harassment Case: બ્રિજભૂષણ સિંહ પર કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા- દિલ્હી પોલીસ
  2. Hariyana News: પંજાબ હરિયાણા હાઈકોર્ટે રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર લગાવી રોક, આગામી સુનાવણી 28 ઓગસ્ટે થશે

ABOUT THE AUTHOR

...view details