- નિતિન ગડકરીનું નિવેદન દિનપ્રતિદિન 38 કિલોમીટરનો રસ્તો બને છે તે વધારીને 40કિમી કરાશે
- નિતિન ગડકરીએ કહ્યું કે, ભારતે સડકના નિર્માણમાં ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યાં
- નિતિન ગડકરીએ મોદી સરકારના કામના કર્યા વખાણ
નવી દિલ્હી: સકરાર દ્વારા બુધવારના સંસદમાં જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) સરેરાશ 38 કિલોમીટર સુધીનો રસ્તો બનાવી રહ્યાં છે, તેને વધારીને 40 કિલોમીટર કરવા પર અમે વિચારણા કરી રહ્યાં છીએ જે એક વિશ્વ રેકોર્ડ (World record) સર્જશે.
ભવિષ્યમાં 40 થી વધારીને 45 કિલોમીટર કરવાનું આયોજન
માર્ગ પરિવહ અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી (Highways Minister Nitin Gadkari) રાજયસભામાં ચાલતી પ્રશ્નોકાળની પ્રક્રિયાના જવાબમાં આ જાણકારી આપે છે. નિતિન ગડકરી વધુમાં જણાવે છે કે દિનપ્રતિદિન આશરે 38 કિલોમીટરનો રસ્તો બનાવામાં આવે છે, જેને વધારીને 40 કિલોમીટર અને ભવિષ્યમાં 40 થી વધારીને 45 કિલોમીટર પ્રતિ દિવસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
નિતિન ગડકરીએ મોદી સરકારના કામના કર્યા વખાણ
2014માં નરેન્દ્ર મોદી સરકાર સતામાં આવી તે સમયે 406 માર્ગ પરિવહન પરિયોજના લંબાવામાં આવી હતી. આ સાથે તેમની કિંમત 3.85 લાખ કરોડ રૂપિયા હતી. આ યોજનાઓ ભૂમિ અધિગ્રહણ, નાણાકીય સહિતની સમસ્યાઓના લીધે અટકી હતી, પરંતુ મોદી સરકાર તેમની તમામ યોજનાઓની સમીક્ષા કરે છે અને તેને શરુ કરવામાં આવી છે. આ પધ્ધતિના લીધે જ બેંકોને ત્રણ કરોડ રૂપિયાની NPA થી સુરક્ષિત કરવામાં આવી હતી. એ પણ માહિતી આપે છે કે, એપ્રિલ, 2014ના દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની કુલ લંબાઇ 91,287 કિલોમીટર હતી. હાલ તે વધીને 1,40,937 કિલોમીટર થઈ છે.