અમદાવાદ: આજના સમયમાં હવે રેડિયોને ઓછા લોકો સાંભળી રહ્યા છે. રેડિયોનું અસ્તિવ હતું ન હતું થઇ ગયું છે. પરંતુ એક સમય એ પણ હતો જ્યારે રેડિયોના અબજોમાં ફેન્સ હતા. આજે રેડિયાનો દિવસ ઉજવવામાં આવે છે અને તે દિવસે જ રેડિયોને યાદ કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે. પરંતુ રેડિયો આપણી યાદોમાં પણ નથી રહ્યો. તેવું કહેવું પણ ખોટું નથી.
અનોખું માધ્યમઃ રેડિયો આપણા પુર્વજોના વિચારોને ફ્રેશ કરવા અને મનને આનંદિત કરવા માટે મુખ્ય હતો. આજે હવે તે કબાડખાનામાં પણ નહી મળે. એક શબ્દમાં કહીએ તો વિસરાય ગયેલ રેડિયો. ટૂંકમાં રેડિયોની દુનિયા એટલે ઓડિયોનું એમ્બિયન્સ. જેમાં જ્ઞાન સાથે ગીત સાંભળવાની મોજ આવતી. ગામ આખાના વાવડ કાને પડતા. પણ હવે રેડિયો ક્યાંક મર્યાદિત બની રહ્યો છે.
રેડિયોનો ટ્રેન્ડ વર્ષો જૂનો
મન કી બાત:વડાપ્રધાને 29 જાન્યુઆરીના રોજ 97 વાર મન કી બાત કરી હતી. મન કી બાતનો એપિસોડ વડાપ્રધાન હમેંશા રેડિયોમાં જ બ્રોડકાસ્ટ કરે છે. આઠ વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ મન કી બાતની શરૂઆત એક રેડિયો પ્રોગ્રામ તરીકે જ કરવામાં આવી હતી. લોકોને પોતાના મનની વાત-વિચારો તેઓ રેડિયોમાં કરે છે.
તમામ વર્ગના લોકો સાંભળતા રેડિયો
આવું પણ ખરૂઃ એક રિપોટ અનૂસાર ભારતમાં દર 10 લોકોમાંથી 2 લોકો મન કી બાત સાંભળે છે. જેની ખાસ્સી એવી અસર રેડિયોના માધ્યમને મળી છે. વડાપ્રધાનની મન કી બાત એપિસોડમાં એક એડના 400,000 રુપિયા હોવાનું પણ એક રિપોટમાં જાણવા મળ્યું છે. વડાપ્રધાન હમેંશા લોકોને રેડિયો સાથે લોકોને જોડવા માગે છે. કારણ કે, એમનો વિચાર છે કે આજ પણ ધણી જગ્યાએ ટીવી કે સોશિયલ મીડિયા નથી ત્યાં રેડિયો છે. જેના માધ્યમથી સામાન્યથી લઇ મોટી હસ્તી સુધી પોતાની સાથે જોડાઈ શકે એમ છે.
જુદા જુદા સ્ટેશનની શરૂઆત થતા વૈવિધ્ય આવ્યું
આ પણ વાંચો world radio day 2023 : અત્ર તત્ર સર્વત્રથી સરળ ભાષામાં મનોરંજન પિરસતા રેડીયોનો આજે પણ અનોખો અંદાજ
કેમ ઉજવવામાં આવે રેડિયો દિવસ:દેશ-દુનિયાના સમાચાર, મહત્વની માહિતી, ફિલ્મી ગીત અને તમામ પ્રકારના મનોરંજનનું એકમાત્ર માધ્યમ રેડિયો હતું. પણ સમય જતાં, રેડિયોની સમગ્ર વ્યવસ્થામાં પાયાથી પરિવર્તન આવ્યું. ઉદાહરણ તરીકે, હાલમાં રેડિયો બ્રોડબેન્ડ મોબાઈલ અને ટેબ્લેટ વગેરેના રૂપમાં સરળતાથી ઉપલબ્ધ છે. રેડિયોમાં આ વિશ્વવ્યાપી ક્રાંતિને ધ્યાનમાં રાખીને, સમગ્ર દુનિયામાં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
માર્કોનીની શોધ આટલી મોટી અસર ઊભી કરશે ક્યાં ખબર હતી
આ પણ વાંચો World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'
ઇતિહાસ:પ્રથમ વખત તારીખ 20 સપ્ટેમ્બર 2010ના રોજ, સ્પેનિશ રેડિયો એકેડમીએ યુનેસ્કોની બેઠકમાં રેડિયો દિવસની ઉજવણી માટેનો પ્લાન રજૂ કર્યો હતો. કારણ એ હતું કે, સંયુક્ત રાષ્ટ્રના ખાનગી યુએન રેડિયોની સ્થાપના થાય. જે બાદ એસેમ્બલીના 36મા સત્રમાં, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
સામાન્ય લોકોનો આનંદ એટલે રેડિયોમાં આવતા વિવિધ કાર્યક્રમો
ભારતમાં રેડિયોઃ ભારતમાં રેડિયોની શરૂઆત વર્ષ 1936માં થઈ હતી. તેનું નામ ઓલ ઈન્ડિયા રેડિયો અથવા આકાશવાણી હતું. તાજેતરના ડેટા અનુસાર, હાલમાં દેશમાં કુલ 214 કોમ્યુનિટી રેડિયો પ્રસારણ કેન્દ્રો સક્રિય છે.વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સામાન્ય શ્રોતાઓ અને મીડિયામાં રેડિયોનું મહત્વ સમજાવીને તેનો ફેલાવો કરવાનો હતો પહેલાના સમયમાં સરકારને પ્રજાને જોડાયેલી કડી રેડિયો હતી જે આજે પણ પ્રધાનમંત્રી જોડીને રાખે છે.