બર્લિન: ટોચની ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી ઇંગા સ્વીટેક (Women Tennis player Inga Sweetek) શુક્રવારે ખભાની સમસ્યાને કારણે આવતા સપ્તાહની ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટમાંથી (Grass Court Tournament) ખસી ગઈ અને કહ્યું કે, તેને વિમ્બલ્ડન પહેલા આરામ કરવાની જરૂર છે.
વિશ્વની નંબર 1 સ્વીટેક ખભાની સમસ્યાને કારણે બર્લિન ઇવેન્ટમાંથી થઈ બહાર - બર્લિન ઇવેન્ટ
21 વર્ષની ખેલાડી ઇંગા સ્વીટેક (Women Tennis player Inga Sweetek) સતત 35 મેચો સુધી અજેય રહી છે. ઇંગા સ્વીટેક કહ્યું કે, "હું વિમ્બલ્ડન માટે આરામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ."
ફ્રેન્ચ ઓપન :ફ્રેન્ચ ઓપનનું ટાઇટલને બીજી વખત જીતવા વાળી સ્વીટેકથી પ્રથમ રેન્કિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર એનેટ કોન્ટાવેઇટ અને પૌલા બડોસા ઉપરાંત, પૂર્વ નંબર વન નાઓમી ઓસાકાએ ટૂર્નામેન્ટમાંથી બહાર ગઈ છે.
ઇંગા સ્વીટેક 35 મેચો સુધી અજેય રહી છે : સ્વિટેકે ટ્વિટર પર લખ્યું છે કે, તે ખભાની વારંવાર સમસ્યાઓથી પીડાઈ રહી છે અને તેના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી ખસી જવું પડશે. "હું વિમ્બલ્ડન માટે નવજીવન અને આરામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ." 21 વર્ષીય આ ખેલાડી સતત 35 મેચમાં અજેય રહી છે.