ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Nature Day : સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે - કોમન લાઈમ

આજે વિશ્વ પ્રકૃતિ દિવસ છે. ત્યારે આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરા વાસીઓને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. તે અહીં કુદરતી કરિશ્માના રૂપમાં વિકસ્યો છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે
સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

By

Published : Jul 28, 2021, 1:01 PM IST

  • આજે વિશ્વ પ્રકૃતિ દિવસની ઉજવણી
  • સયાજી બાગની પાછળ પાંખાળા પક્ષી અને પતંગિયાનો મેળો ભરાય
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવાયો

ન્યૂઝ ડેસ્ક :આજે વિશ્વ પ્રકૃતિ દિવસ છે. ત્યારે કોઈ તમને પૂછે કે યલો પેંસી, બ્લેક રાજા, ગ્રાસ યલો, કોમન લાઈમ, કોમન રોઝ, કોમન પાઇરોટ, કોમન ક્રો, ફરગેટ મી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું ? તો તમે ચોક્કસ મુંઝાઈ જશો. આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

સયાજી બાગની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર

નિધિ દવે આ વિશે જણાવે છે કે, નયનરમ્ય અને અતિ નાજુક પતંગિયાઓના આ નામ છે અને તેમનું સરનામું કે તેઓ સયાજી બાગની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર છે. જ્યાં આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરા વાસીઓને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ પૂરતું જ પર્યાવરણ...

પતંગિયા જ નહિ ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

માત્ર પતંગિયા જ નહિ પરંતુ ભાત-ભાતના પક્ષીઓ જેમ કે, મેલ અને ફિમેલ કોયલ, હોર્નબિલ જેનું ગુજરાતી નામ ચિલોતરો છે. સમડી, માથે લાલ ફૂમતું ધરાવતી બુલબુલ,પોપટ, લક્કડખોદ, બી ઇટર, ગોલ્ડન ઓરીઓલ, મેના બેબ્લર અને કાળાશ પડતા રેશમી ભૂરા રંગના વસ્ત્રો પહેર્યા હોય એવી નાનકડી પણ રૂપાળી દેવચકલી-સન બર્ડ પણ ઉપરના જ સરનામે રહે છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

માનવ એની બુદ્ધિથી કૃત્રિમ અને કુદરત સાથે મેળ વગરનું જીવન જીવે

પાંખાળા પક્ષી અને પતંગિયાનો રૂપેરી મેળો ભરાય છે. કરૂણતા જુઓ કે, કોરોનાએ તરણેતર કે રાજકોટનો સાતમ-આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધા છે. પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી. તેનું કારણ ખબર છે ? આ લોકો હજુ પણ કુદરત સાથે તાલ મિલાવીને જીવે છે.તેઓ માનવ જેટલા બુદ્ધિશાળી નથી ને ! માનવ એની બુદ્ધિથી કૃત્રિમ અને કુદરત સાથે મેળ વગરનું જીવન જીવે છે એટલે પાબંદીઓમાં સપડાય છે. જેણે જેવું કર્યું તે તેવું પામ્યા છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

આ પણ વાંચો :સુરતની નેચર કલબ દ્વારા એનિમલ કેર સેન્ટર અને રેસ્ક્યુ સેન્ટરની કરાયા શરૂ

પક્ષી અને પતંગિયા સૃષ્ટિની વિવિધતા જોવા મળે

પક્ષીઓ અને પતંગિયાઓને આ જગ્યા જ કેમ ગમી ગઈ ? તેનો જવાબ આપતાં નિધિ દવે જણાવે છે કે, અમે આ સ્થળે સ્થળની શોભા વધારવા જાસૂદ, અપરાજિતા, એકઝોરા, બિલી, સરગવો, મીઠો લીમડો, કોઠી, ગળતોરા, નગોડ અને લીંબુ જેવા ફળ-ફૂલના છોડ/ વૃક્ષો ઉછેર્યા છે. જે તેમને કુદરતી નિવાસની સુખભરી સુવિધા આપે છે. તેના લીધે આ જગ્યા તેમને ગમી ગઈ છે. અહીંયા વેલા, છોડ અને ઘેઘૂર વૃક્ષો જેવી બધી જ અનુકૂળતા છે. એટલે પક્ષી અને પતંગિયા સૃષ્ટિની વિવિધતા જોવા મળે છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક શ્રી રાજગુરૂના માર્ગદર્શન હેઠળ આ પક્ષી પતંગિયા ઉદ્યાનની દેખરેખ રાખવામાં આવે છે.

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

આ પણ વાંચો :ચકલીઓને નુકસાન ન પહોંચે એટલે યુવકે 10 વર્ષથી ઘરનું રિનોવેશન નથી કરાવ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવાયો

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. અહીં કુદરતી કરિશ્માના રૂપમાં તે વિકસ્યો છે. પક્ષી કે પતંગિયાનું નિરીક્ષણએ ધીરજ માંગી લેતું કામ છે. ત્યાં પહોંચો એટલે આ લોકો તમને દરવાજે આવકારવા આવે એવું નથી. ધીરજ સાથે મીટ માંડીને રાહ જુવો તો જોવા મળે. કારણ કે અહીંના VIP આ કુદરતી જીવો છે. આવા સ્થળો શીખવે છે કે, કુદરતની મરજી પ્રમાણે જીવનની અનુકૂળતા સાધો તો જીવન પક્ષી પતંગિયાની વાડી જેવું બને છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો આનાથી સચોટ ક્યો બોધપાઠ હોઈ શકે છે ?

સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળે

ABOUT THE AUTHOR

...view details