- આ કેરીનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયા
- બગીચામાં સુરક્ષા માટે રાખવામાં આવ્યા 9 શ્વાન
- દર મહિને સુરક્ષા માટે 50,000 રૂપિયાનો ખર્ચ
જબલપુર (મધ્યપ્રદેશ): કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ આ એવી કેરી છે કે જેને કેરીની જાતનો રાજા કહેવામાં આવે છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક બગીચામાં જાપાનમાં જોવા મળતી આંબાની 8 જાત છે. જબલપુરના સંકલ્પ પરિહારના બગીચામાં આ પ્રકારની વિવિધ કેરીઓ જોવા મળે છે, જેની સુરક્ષામાં તેઓ દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ચોરોએ આ કેરી( Taiyo No Tamago )ઓ જોઇ લીધી છે. જેના કારણે તેમની સુરક્ષા ( Protection Of Mango )માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આથી, અંદાજો લગાવી શકીએ છીએ કે આ કેરી કેટલી ખાસ હશે. આ કેરીની કિંમત પ્રતિ કિલો 2 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો:આ છે ભારત સરકારની 'સ્ટેમ્પવાળી કેરી', ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે સ્વાદ
9 શ્વાન અને 6 ગાર્ડ સાથે કેરીની સુરક્ષા
બગીચાના માલિક સંકલ્પ પરિહારે કહ્યું હતું કે, આ બગીચામાં જુદા જુદા ખૂણા પર 9 શ્વાન ગોઠવવામાં આવ્યા છે. આ સિવાય પાંજરામાં રહેલા શ્વાન નજીકમાં કોઈ અજાણ્યા વ્યક્તિને જોતાની સાથે જ ભસવાનું શરૂ કરે છે. શ્વાનને એવી રીતે રાખવામાં આવે છે કે, તે કોઈપણ બાજુથી આવતા વ્યક્તિ પર જોઇ શકાય છે. ગયા વર્ષે પણ ચોરોએ આ કેરીઓ ચોરી કરી હતી, તેથી આ વર્ષે તેમની સુરક્ષા વધું વધારી હતી. આ કેરીની સુરક્ષા માટે દર મહિને આશરે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.