ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Lion Day: દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી સિંહોની વસ્તીમાં વધારો- વડાપ્રધાન મોદી - lion population in india

વિશ્વ સિંહ દિવસ (World Lion Day) નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, ભારતે તેની સિંહની વસ્તીમાં 29 ટકાનો સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો જે 2015 માં 523 થી 2020 માં 674 થયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સિંહોની વસ્તી 2015 માં 22,000 ચોરસ કિલોમીટરથી વધીને 2020 માં 30,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે.

World Lion Day: દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી સિંહોની વસ્તીમાં વધારો- વડાપ્રધાન મોદી
World Lion Day: દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી સિંહોની વસ્તીમાં વધારો- વડાપ્રધાન મોદી

By

Published : Aug 10, 2021, 10:42 AM IST

  • વિશ્વ સિંહ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આપ્યા અભિનંદન
  • છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો
  • ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ

ન્યુઝ ડેસ્ક: વિશ્વ સિંહ દિવસ (World Lion Day) નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, "સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી એવા તમામ લોકોને અભિનંદન આપું છું. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે. ”

આ પગલાથી સિંહોના નિવાસસ્થાન સુરક્ષિત રહે અને પર્યટનને વેગ મળ્યો

તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને ગીર સિંહો માટે સલામત રહેઠાણ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાની તક મળી હતી. પીએમ મોદીએ કહ્યું, "આપણા દેશમાં સ્થાનિક સમુદાયો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સંકળાયેલી ઘણી પહેલ કરવામાં આવી હતી જેથી સિંહોના નિવાસસ્થાન સુરક્ષિત રહે અને આ પગલાથી પર્યટનને પણ વેગ મળ્યો છે."

10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ

સિંહો માટેની જાગૃતિ વધારવા અને તેમની ઘટતી જતી વસ્તી અને સંરક્ષણ માટે આધાર એકત્ર કરવા પર ભાર મૂકતા દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં, તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) ની લાલ સૂચિ દ્વારા ભયંકર પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે. એશિયાટિક સિંહ ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે, અન્ય ચાર રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, કલાઉડેડ ચિત્તો અને સ્નો ચિત્તો છે.

ગત વર્ષથી સિંહોની વસ્તી વધી

ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે જૂનમાં હાથ ધરવામાં આવેલી જાજરમાન મોટી બિલાડીઓની વસ્તી ગણતરી મુજબ તેમાં વધારો જોવા મળ્યો હતો. ભારતે તેની સિંહની વસ્તીમાં 29 ટકાનો સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો જે 2015 માં 523 થી 2020 માં 674 થયો હતો.એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સિંહોની વસ્તી 2015 માં 22,000 ચોરસ કિલોમીટરથી વધીને 2020 માં 30,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે.

આ પણ વાંચો:અગાઉ સમગ્ર ભારતમાં રહેનાર સિંહ આજે માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો કારણ...

Forest વિસ્તારમાં Train સ્પીડને લઈને વનવિભાગ અને Railway આમનેસામને

ABOUT THE AUTHOR

...view details