ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Hindi Day 2022: આજે વિશ્વ હિન્દી દિવસ, જાણો આ ભાષા વિશે રસપ્રદ વાતો - વિશ્વ હિન્દી સંમેલન

આજથી 16 વર્ષ પહેલા આજના જ દિવસે હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે (Dr. Manmohan Singh annouced for Hindi Day) વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત (World Hindi Day 2022) કરી હતી. આજે સમગ્ર દેશ સિવાય વિશ્વભરના હિન્દીભાષા પ્રેમી વિશ્વ હિન્દી દિવસ ઉજવી રહ્યા છે. તો જાણો 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસનું મહત્ત્વ અને રસપ્રદ (know about hindi language) વાતો.

World Hindi Day 2022: આજે વિશ્વ હિન્દી દિવસ, જાણો આ ભાષા વિશે રસપ્રદ વાતો
World Hindi Day 2022: આજે વિશ્વ હિન્દી દિવસ, જાણો આ ભાષા વિશે રસપ્રદ વાતો

By

Published : Jan 10, 2022, 11:43 AM IST

નવી દિલ્હીઃ વિશ્વભરમાં આજે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવી (World Hindi Day 2022) રહ્યો છે. હિન્દી ભાષાનો વિકાસ કરવા અને એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે તેનો પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી વિશ્વ હિન્દી સંમેલનોની શરૂઆત થઈ હતી. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન (World Hindi Convention) 10 જાન્યુઆરી 1975ના દિવસે નાગપુરમાં યોજાયું હતું. આ માટે આ દિવસને વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day 2022) તરીકે ઉજવવામાં આવે છે.

આ દેશોમાં પણ હિન્દી ભાષા પ્રેમ

વર્ષ 1975માં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ પહેલા વિશ્વ હિન્દી સંમેલન (World Hindi Convention)નું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 1975 પછીથી ભારત સિવાય અન્ય દેશોમાં પણ વિશ્વ હિન્દી દિવસનું (World Hindi Day 2022) આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, મોરિશિયસ, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોમાં પણ હિન્દી ભાષા પ્રેમી રહે છે. આ દેશોમાં હિન્દી દિવસ (World Hindi Day 2022) નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. નેપાળ, ગુયાના, સૂરિનામ અને ત્રિનિદાદ-ટાબૈગો જેવા દેશોમાં પણ હિન્દી ભાષા બોલવામાં આવે છે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, ભારતની 1.2 અબજ વસતીમાંથી 41.03 વસતીની માતૃભાષા હિન્દી (know about hindi language) છે.

આ પણ વાંચો-Boxing Day 2021 : શા માટે નાતાલના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો મહત્વ...

શું 2 વખત ઉજવવામાં આવે છે હિન્દી દિવસ?

સામાન્ય રીતે વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day 2022) નિમિત્તે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઝમાં નિબંધ, ભાષણ સહિત અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે મોટા ભાગના આયોજન વર્ચ્યૂઅલ રીતે થવાની સંભાવના છે. હિન્દી દિવસ (World Hindi Day 2022) સાથે જોડાયેલું એક રસપ્રદ સત્ય એ પણ છે કે, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day 2022) ઉજવવામાં આવે છે. જ્યારે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ (difference between world hindi day and national hindi day) ઉજવવામાં આવે છે. તેવામાં સામાન્ય રીતે વિશ્વ હિન્દી દિવસ અંગે મૂંઝવણ પણ થાય છે.

આ પણ વાંચો-World Laughter Day 2022: હાસ્ય થકી જીવનને તંદુરસ્ત બનાવી રહ્યા છે જૂનાગઢના વયો વૃદ્ધ

હિન્દી ભાષા અંગે વિદ્વાનોનો મત

કવિ સૂમિત્રાનંદન પંતે પણ કહ્યું હતું કે, હિન્દી ભાષા રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે. આ ઉપરાંત દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે પણ કહ્યું હતું કે, જે દેશને પોતાની ભાષા અને સાહિત્ય પર ગર્વ નથી. તે ક્યારેય આગળ ન વધી શકે.

હિન્દી વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે

ઉલ્લેખનીય છે કે, ભારતની સંવિધાન સભાએ હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકાર કરી હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બર, 1949ના સંવિધાન સભાએ એક મતથી હિન્દીને ભારતની રાજભાષા તરીકે પસંદ કરી હતી. સંવિધાનના અનુચ્છેદ 343માં આ જોગવાઈ કરવામાં આવી છે કે, દેવનાગરી લિપિની સાથે હિન્દી ભાષાની રાજભાષા હશે. પહેલો રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વમાં હિન્દી ભાષી લગભગ 80 કરોડ લોકો છે. આ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે.

ABOUT THE AUTHOR

...view details