અમદાવાદ:હિન્દી ભાષા અને તેનાથી સંબંધિત લોકો માટે 10મી જાન્યુઆરી ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે આ દિવસે સમગ્ર વિશ્વમાં 'વિશ્વ હિન્દી દિવસ' (World Hindi Day 2023) ઉજવવામાં આવે છે. ભારત સરકારે 10 જાન્યુઆરી 2006ના રોજ આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસે વિશ્વભરમાં ભારતીય દૂતાવાસો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે અને વિશ્વ હિન્દી દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. (WHEN AND WHY CELEBRATED HINDI DAY) હિન્દી ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. ભારત ઉપરાંત, આ ભાષા ગુયાના, સુરીનામ, નેપાળ, મોરેશિયસ, ત્રિનિદાદ અને ટોબેગો અને ફિજી જેવા અન્ય દેશોમાં પણ બોલાય છે.
આ પણ વાંચો:National Bird Day 2023 : શા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે; તેનો ઇતિહાસ અને મહત્વ જાણો
વિશ્વ હિન્દી દિવસનો ઈતિહાસ અને મહત્વ: 10 જાન્યુઆરી, (History and Significance of World Hindi Day) 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ હિન્દી દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સના આયોજનનો હેતુ સમગ્ર વિશ્વમાં હિન્દીને પ્રોત્સાહન આપવાનો હતો. હિન્દીના પ્રચાર માટે આયોજિત આ સંમેલનમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે અને હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે.