ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વની સૌથી ઉંચી પોસ્ટઓફિસ, જે બની પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર - વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ

હવે સ્પીતિ ઘાટીમાં પ્રવાસીઓના આકર્ષણ માટે લેટર બોક્સના આકારમાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી છે. સ્પીતિ ખીણમાં આવેલ હિક્કિમમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ છે. આ વિશાળ લેટર બોક્સના કદની ઓફિસ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની (World highest post office in Hikkim) છે.

હિમાચલમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ
હિમાચલમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ

By

Published : Jun 14, 2022, 5:17 PM IST

લાહૌલ-સ્પીતિ:વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ હિમાચલના લાહૌલ-સ્પીતિ જિલ્લાની સ્પીતિ ખીણમાં સ્થિત છે. હિક્કિમ ગામની આ પોસ્ટ ઑફિસ (World highest post office in Hikkim) 14,567 ફૂટની ઊંચાઈએ આવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ હવે બદલાઈ ગઈ છે. અત્યાર સુધી આ પોસ્ટ ઓફિસ માટીના મકાનમાં ચાલતી હતી પરંતુ હવે આ પોસ્ટ ઓફિસ માટે ખાસ ઓફિસ બનાવવામાં આવી છે. આ લેટર બોક્સ આકારની ઓફિસ હવે વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ, હિક્કિમ (Letter box shaped Post office) ની ઓળખ બની ગઈ છે. આ દિવસોમાં લેટર બોક્સ આકારની આ ઓફિસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવી ઓફિસમાં હજુ કામ શરૂ થયું નથી, પરંતુ હાલમાં આ મોટી સાઇઝની લેટર બોક્સ લોકોને પોતાની તસવીર ખેંચવા મજબૂર કરી રહી છે.

હિમાચલમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ

આ પણ વાંચો:રાહુલે લોકોનો અવાજ ઉઠાવ્યો, તેથી જ સરકાર મુશ્કેલીમાં છે: કોંગ્રેસ

વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઑફિસ: હિક્કિમ ગામમાં 14,567 ફૂટની ઉંચાઈ પર આવેલી પોસ્ટ ઑફિસ, જેને વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઑફિસ ગણવામાં (hikkim post office height) આવે છે. આવી સ્થિતિમાં આ હિક્કિમ પોસ્ટ ઓફિસ સ્પીતિ ઘાટીમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં એક નાની પોસ્ટ ઓફિસ પણ એક જૂના માટીના મકાનમાં બનેલી છે. જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. ઓફિસની બહાર કેટલાક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા (where is hikkim located) છે, જ્યાં પ્રવાસીઓ તસવીરો ખેંચે છે અને તેમના મિત્રો, સંબંધીઓને કહે છે કે, આ તસવીર વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસની છે.

હિમાચલમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ

પોસ્ટકાર્ડ ખરીદવા અને પોસ્ટ કરવાની તક:ખાસ વાત એ છે કે, વિશ્વભરના પ્રવાસીઓ અહીંથી પોતાને અથવા તેમના મિત્રો અને સંબંધીઓને સ્પિતિ ખીણની તસવીરો ધરાવતા રંગબેરંગી પોસ્ટકાર્ડ પોસ્ટ કરી શકે છે. પ્રવાસીઓ પોસ્ટકાર્ડ પ્રાપ્તકર્તાઓને સંદેશ સાથે શુભેચ્છા પાઠવે છે કે, આ પત્ર વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસમાંથી આવ્યો છે. સ્પીતિ ખીણના મુખ્ય મથક કાઝાના હિક્કિમ ગામનું આકર્ષણ વધારવા માટે પોસ્ટ વિભાગે આ પહેલ કરી છે. પ્રવાસીઓને ટૂંક સમયમાં આ નવી ઓફિસ દ્વારા પોસ્ટકાર્ડ ખરીદવા અને પોસ્ટ કરવાની તક મળશે.

હિમાચલમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ

આ પણ વાંચો:PM Modi Maharashtra visit: વડા પ્રધાન મોદીના હસ્તે તુકારામ મહારાજની મૂર્તિ અને શિલા મંદિરનું લોકાર્પણ

હિક્કિમ પોસ્ટ ઑફિસની તસવીરો: જનસંપર્ક વિભાગના અધિકારી અજય બન્યાલે જણાવ્યું હતું કે, સમુદ્ર સપાટીથી 14,567 ફૂટની ઉંચાઈ પર સ્થિત આ ઑફિસની લોકપ્રિયતાને કારણે, હિક્કિમ પોસ્ટ ઑફિસની તસવીરો સ્પિતિ ખીણમાંથી સૌથી વધુ શેર કરવામાં આવેલી તસવીરોમાંની એક છે. દરેક વ્યક્તિ વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા માંગે છે. હાલમાં જ હિમાચલના ગવર્નર પણ આ લોકપ્રિય પોસ્ટ ઓફિસ જોવા માટે હિક્કિમ આવ્યા હતા. આવી સ્થિતિમાં લેટર બોક્સ આકારની ઓફિસ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details