અમદાવાદ: વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે, જેને હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને જાગૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાંસ્કૃતિક વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય છે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો:AKSHAYA TRITIYA 2023 : અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 6 અદ્ભુત યોગ, આ ઉપાયો બદલશે તમારું ભાગ્ય!
વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો હેતુઃવિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે 2023 ની થીમ "હેરીટેજ ચેન્જીસ" છે. ICOMOS અનુસાર, હેરિટેજ ચેન્જીસનો વિષય લોકોને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત કરે છે. આ થીમનો ધ્યેય જળવાયુ પરિવર્તનને કારણે થતા ફેરફારોને લોકો સુધી પહોંચાડવાનો અને તેનાથી થતા નુકસાન વિશે લોકોને માહિતગાર કરવાનો છે.