ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે 2021: "ફેમિલી ડોક્ટર દ્વારા ભવિષ્યનું નિર્માણ"

"વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે" એ આપણા ફેમિલી ડોક્ટરનો આભાર માનવાનો દિવસ છે. જે તે પરિસ્થિતિમાં કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓને બાબતે લોકોને મદદ કરવા તૈયાર હોય છે.

વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે 2021World family doctor da
વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે 2021World family doctor da

By

Published : May 19, 2021, 10:49 PM IST

  • ડોક્ટર્સની સરાહના તેમજ આભાર માનવાનો દિવસ
  • 19 મેના રોજ "વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે" ઉજવવામાં આવે છે
  • કોરોના કાળમાં પણ તબીબી સેવા આપવાનો શક્ય પ્રયાસ કર્યો

ન્યૂઝ ડેસ્ક: વૈશ્વિક સ્તરે આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાં ફેમિલી ડોક્ટર્સનું કાર્ય અને તેમના યોગદાન માટે તેમની સરાહના તેમજ આભાર માનવાના ઉદ્દેશ સાથે દર વર્ષે 19 મેના રોજ "વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે" ઉજવવામાં આવે છે. વર્ષ 2010માં નેશનલ યુનિવર્સિટીના વૈશ્વિક સંગઠનો, સામાન્ય તબીબોના શૈક્ષણિક સંગઠનો, ફેમિલી ડોક્ટર્સ અને ફેમિલી ડોક્ટર્સના વૈશ્વિક સંગઠનો (WONCA) દ્વારા આ દિવસને મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે, "ફેમિલી ડોક્ટર દ્વારા ભવિષ્યનું નિર્માણ" થીમ પર આ વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:વિશ્વ હાયપરટેન્શન ડે 2021

કોઈ પણ તબીબી સમસ્યા બાબતે સેવા માટે તત્પર

ફેમિલી ડોક્ટર્સ હંમેશાં કોઈ પણ તબીબી સમસ્યા બાબતે સેવા આપતા હોય છે. ફેમિલી ડોક્ટર્સ, પરિવારના તમામ વય અને તમામ જાતિઓના સભ્યોના સાર્વત્રિક આરોગ્યની દેખરેખ રાખવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમસ્યા ગંભીર હોય ત્યારે તેમની સારવાર માટે સહાનુભૂતિપૂર્ણ યોગ્ય સલાહ આપવા તત્પર હોય છે.

કોવિડ 19માં ફેમિલી ડોક્ટર્સની ભૂમિકા

પાછલા વર્ષની જેમ આ વર્ષ પણ કોરોના સંક્રમણ સામે સંઘર્ષભર્યું રહ્યું છે. આ સ્થિતિમાં ફેમિલી ડોક્ટર્સ આરોગ્ય કર્મચારીઓની સાથે રાત-દિવસ જનસેવામાં લાગેલા છે અને લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છે. ત્યારે, આપણા દેશમાં કોરોનાની બીજી લહેર લોકો પર ખૂબ જ ઘાતક અસર કરી રહી છે. તે ફક્ત સામાન્ય માણસના જીવનને જ નહીં, પરંતુ આરોગ્ય પ્રણાલીને પણ અસર કરી રહ્યી છે. આ દરમિયાન, ફેમિલી ડોક્ટર્સ ઘરેથી શક્ય હોય ત્યાં સુધી કોરોનાગ્રસ્ત અને સામાન્ય રોગોના દર્દીઓની સારવાર માટે તબીબી સેવા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી, ડોક્ટર્સ લોકોના સંપર્કમાં આવવાથી બચી શકે છે.

આ પણ વાંચો:પ્રેમ થકી બંધાતો જાતીય સંબંધ ભગ્ન હૃદયી લોકો માટે ઉપચારનું કામ કરે છે

ફેમિલી ડોક્ટર્સને આભાર માનવાની તક

વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડેના દિવસ પર તમામ ડોક્ટર્સ અને ખાસ કરીને ફેમિલી ડોક્ટર્સનો આભાર માનવાની તક છે. જેમણે, આ ભયંકર મહામારીના યુગમાં પણ લોકોના જીવ બચાવવા માટે શક્ય તેટલી મહેનત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details