ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં દર વર્ષે 1.70 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, થોડીક સાવચેતી બચાવી શકે છે અણમોલ જિંદગી - સમયસર મદદ

માર્ગ અકસ્માતના પીડિતોની યાદમાં દર વર્ષના નવેમ્બર મહિનામાં ત્રીજા રવિવારને વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 19 નવેમ્બરે આવ્યો છે. World Day of Remembrance for Road Traffic Victims, Road Traffic Victims, Road Accidents, India

વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ 2023
વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ 2023

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 10:07 AM IST

હૈદરાબાદઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનામાં કુલ 13.5 લાખ લોકો જીવ ગુમાવે છે. જ્યારે 5 કરોડ મુસાફરો ઘાયલ થઈ જાય છે. આ ઘાયલોમાં કેટલાક લોકોને કાયમી પંગુતા આવી જાય છે. આજનો દિવસ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરવાનો દિવસ છે. આ દિવસ માર્ગ અકસ્માતના શિકાર બનેલા પરિવારોના સંઘર્ષ અને યાતનાન દૂર કરવા, માર્ગોને સુરક્ષિત કરવા તેમજ માર્ગ અકસ્માત માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણીનો દિવસ છે. માર્ગ અકસ્માતના પીડિતો માટે વિશ્વ સ્મરણ દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો છે જેનાથી સામાન્ય લોકોમાં જાગરુકતા વધે તેમજ ભવિષ્યમાં થનારી દુર્ઘટનાઓથી બચી શકાય.

ઈતિહાસઃ માર્ગ અકસ્માતોમાં પીડિતોની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને 1993માં રોડ પીસ નામક એક એનજીઓ તરફથી વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમની શરુઆત કરવામાં આવી હતી. યુએન દ્વારા 26 ઓક્ટોબર 2005ના રોજ માર્ગ અકસ્માતના પીડિતો અને તેમના પરિવારોની મદદ માટે આ દિવસને માન્યતા આપવામાં આવી.

2023 થીમઃ માર્ગ અકસ્માતના પીડિતો માટેના આ દિવસમાં 2023 વર્ષની થીમ 'ન્યાય' રાખવામાં આવી છે. તેમજ આ વર્ષનું સૂત્ર છે "યાદ રાખો, મદદ અને કાર્ય" સોશિયલ મીડિયા પર #WDoR2023 શેર કરવામાં આવી રહ્યું છે.

માર્ગ અકસ્માતો અને ભારત

  • માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયની તરફથી દર વર્ષે રોડ એક્સિડેન્ટ ઈન ઈન્ડિયાના આંકડા જાહેર કરવામાં આવે છે.
  • રોડ એક્સિડેન્ડ ઈન ઈન્ડિયા-2022ની વાર્ષિક રિપોર્ટ અનુસાર કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા.
  • વર્ષ 2022 દરમિયાન કુલ 1,68,491 લોકોના મૃત્યુ થયા અને 4,43,366 લોકો ઘાયલ થયા હતા.
  • વર્ષ 2021ની સાપેક્ષે 2022માં અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકા, મૃતકોની સંખ્યામાં 9.4 ટકા, ઘાયલોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો હતો.
  • ભારતમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો થાય છે. જેમાં દર કલાકે 19 લોકોના મૃત્યુ થાય છે.
  • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની રિપોર્ટ અનુસાર 1,51,997(32.9 ટકા)અકસ્માત એક્સપ્રેસ વે અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર , 1,06,682(23.1 ટકા) અકસ્માત રાજ્ય રાજમાર્ગો અને 2,02,633(43.9 ટકા) અકસ્માત અન્ય માર્ગો પર થાય છે.
  • માર્ગ દુર્ઘટનામાં 2022 દરમિયાન સૌથી વધુ મૃત્યુ બાઈક સવારોના થયા છે. આ આંકડો 44.5 ટકા જેટલો થવા જાય છે.
  • આ વર્ષે માર્ગ અકસ્માતમાં 19.5 ટકા પદયાત્રીકોના મૃત્યુ થયા છે.
  • તમિલનાડુમાં 2022માં રાષ્ટ્રીય રાજમાર્ગો પર સૌથી વધુ 64,105(13.9 ટકા) અકસ્માતો થયા. તેમજ 54,432(11.8 ટકા) સાથે મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે.

માર્ગ અકસ્માતોના કારણ

  • રફ ડ્રાઈવિંગ
  • માર્ગો યોગ્ય ન હોવા
  • વાહનોની સ્થિતિ યોગ્ય ન હોવી
  • વગર હેલમેટે ટુ વ્હીલર ચલાવવું
  • વગર સીટ બેલ્ટે ફોર વ્હીલર ચલાવવું
  • ઓવર સ્પીડિંગ
  • ટ્રાફિક રુલ્સને અનફોલો કરવા
  • માર્ગો પર સુરક્ષા ચિન્હો અને વ્યવસ્થાનો અભાવ
  • ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ
  • માદક દ્રવ્યોનું સેવન કરી ડ્રાઈવિંગ કરવું
  • ધૂંધ, હિમપ્રપાત, ભારે વરસાદ, ચક્રવાત જેવા ખરાબ હવામાનમાં ડ્રાઈવિંગ

માર્ગ અકસ્માતોની અસરો

  • મૃત્યુ
  • શારીરિક ઈજા
  • ઈકોનોમિકલ લોસ
  • ઈમોશનલ લોસ
  • આત્મવિશ્વાસમાં ઘટાડો
  • જીવનની ગુણવત્તામાં ઘટાડો
  • સામાજિક સ્તરે પ્રભાવ
  • વિકલાંગતાને લીધે જીવનમાં સમસ્યાઓ

વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમનો ઉદ્દેશ્ય

  • માનવતા દાખવીને માર્ગ અકસ્માતોના પીડિતોની મદદ
  • ઈમર્જન્સીમાં જવાબદારીપૂર્વક વર્તન
  • પીડિતો અને તેમના પરિવારોને કાયદાકીય સહાય મળી રહે
  • માર્ગ અકસ્માતના દોષિતો પર કડક કાયદાકીય કાર્યવાહી થાય
  1. Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી
  2. Accident in Mahisagar: મહીસાગરમાં લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં, કાર વરઘોડામાં ઘૂસતા અનેક લોકો ફંગોળાયા, 1નું મોત

ABOUT THE AUTHOR

...view details