ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Cup 2023 : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટીમને દાદ આપી - BCCI સેક્રેટરી જય શાહ

લખનઉમાં 29 ઓક્ટોબરે રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની લીગ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી કારમો પરાજય આપ્યો છે. આ મેચથી અભિભૂત થઈ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

World Cup 2023
World Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 6:10 PM IST

લખનઉ : ભારતીય ક્રિકેટ ટીમે 29 ઓક્ટોબરના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે બાથ ભીડી 100 રનથી કારમી હાર આપી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 87 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ટીમના સ્કોરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓએ પ્રથમ ઈનિંગના અંને 229/9 નો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય બોલિંગ યુનિટે ઇંગ્લેન્ડ ટીને 129 ના કુલ સ્કોર ઓલઆઉટ કરી મેચને એક અણધાર્યો અંત આપ્યો હતો.

પેસર મોહમ્મદ શમીએ 4 વિકેટ જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી ઈંગ્લેન્ડ ટીમના રનમશીનને બ્રેક મારી હતી. ભારતીય ટીમ માટે આ જીત ખાસ બની રહેશે કારણ કે, તેઓએ સેમિ-ફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ બુક કરી લીધું છે. આ લીગ મેચના અંત સુધીમાં ભારતીય ટીમ ટોપ 4 માં ન આવે તેવી શક્યતા નહિવત છે.

ભારતીય ટીમના પ્રદર્શને માત્ર દર્શકોને જ પ્રભાવિત નથી કર્યા પરંતુ દેશના અનેક પ્રસિદ્ધ હસ્તીઓએ ભારતીય ટીમની પ્રશંસા કરતા પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ભારતના ભૂતપૂર્વ સ્પિનર ​​અનિલ કુંબલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ભારતને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન. વધુમાં તેઓએ લખ્યું હતું કે, ટીમ ઈન્ડિયાને આ અવિશ્વસનીય જીત માટે હાર્દિક અભિનંદન !

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે પોસ્ટમાં લખ્યું કે, મુસ્કુરાયે આપ લખનઉ મેં હૈ. વી ઓલ ડીડ, થેન્ક્સ ટુ #TeamIndia. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે પણ ભારતના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય ટીમને 6 માંથી 6 બનાવવા માટે વધુ એક શાનદાર પ્રદર્શનની જરૂર ! Great momentum, unity and skills on display Very well done boys.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ટીમના પ્રદર્શનને બિરદાવતા કહ્યું હતું કે, વર્લ્ડ કપ 2023 માં સતત છઠ્ઠી જીત નોંધાવવા પર ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન ! પડકારજનક બેટિંગ સપાટી પર કેપ્ટન રોહિત શર્માની 87 રનની ઇનિંગ સાથે અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ અને અતિમહત્વપૂર્ણ 4 વિકેટ મેળવવા માટે અભિનંદન. Our boys' effort and commitment are truly commendable! Let's keep the momentum going !"

ભારતીય ટીમ આગામી 2 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે ટકરાશે.

  1. Champions Trophy 2025 : વર્લ્ડ કપની ટોચની સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની યજમાનીમાં રમશે
  2. World Cup 2023 IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું, 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં અંગ્રેજો પર જીત મેળવી

ABOUT THE AUTHOR

...view details