પૂનાઃ બાંગ્લાદેશ ભારત સાથે મુકાબલો કરવા તૈયાર હોવાનું બાંગ્લાદેશ ચંડિકા હાથરુસિંઘા જણાવે છે. બાંગ્લાદેશ અત્યાર સુધી 3માંથી માત્ર એક મેચ જીત્યું છે જ્યારે ભારત આ વર્લ્ડકપમાંએક પણ મેચ હાર્યુ નથી. શાકિબ અલ હસનને સાથળની માંસપેશીઓમાં ઈજા પહોંચ્યા બાદ તે સારવાર હેઠળ હતો હવે તે તંદુરસ્ત છે અને મંગળવારે નેટ સેસનમાં સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે શાકિબના ટીમમાં સમાવેશ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. જો કેપ્ટન શાકિબ અલ હસન પોતે સ્વસ્થતા અનુભવશે તો જ આગામી મેચમાં રમશે તેમ હેડ કોચ ચંડિકાએ જણાવ્યું હતું.
ખેલાડી તૈયાર હશે તો જ રમશેઃ ઈજામાંથી સાજા થયા બાદ શાકિબે બહુ સારુ બેટિંગ પર્ફોર્મન્સ આપ્યું છે. તેણે રનિંગ બિટવિન ધ વિકેટ પણ યોગ્ય રીતે કર્યુ હતું. અમે સ્કેન રિઝલ્ટની આજે રાહ જોઈ રહ્યા છે. અમે તેના રમવા અંગે નિર્ણય કરીશું. જો તે પોતે રમવા માટે તૈયાર ન હોય તો અમે જોખમ ખેડીશું નહીં. જો તે તૈયાર હશે તો જ તેને ટીમ વતી રમાડીશું.
ભારતીય ટીમ ફોર્મમાં છેઃ અત્યારે ભારતીય ટીમ પૂરા જોશમાં છે. ક્રિકેટના દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓનું પર્ફોર્મન્સ ધારદાર છે. હાથુરુસિંઘાએ જણાવ્યું કે ભારતીય ટીમ નિર્ભય થઈને રમે છે અને તેમની સામેની સ્પર્ધા પડકારજનક બની રહેશે. હું માનું છું કે તેઓ દરેક ક્ષેત્રને આવરી લીધું છે. તેમની પાસે યોગ્ય બોલર્સ છે. બુમરાહ અત્યારે તેની શ્રેષ્ઠ રમત રમી રહ્યો છે. મિડલ ઓવર્સ માટે ભારતીય ટીમમાં શ્રેષ્ઠ સ્પિનર્સ છે. બેટિંગમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિર્ભયતાથી પોતાની રમત રમે છે. ભારત સામેની પ્રિ મેચ કોન્ફરન્સમાં બાંગ્લાદેશના હેડ કોચે આ નિવેદન આપ્યા છે.