હૈદરાબાદ : ODI વર્લ્ડ કપ 2023 ની શરૂઆત પહેલાથી આ ચર્ચા હતી કે ભારતીય પિચો સ્પિનરો માટે ઘણી સહાયતા પ્રદાન કરે તેવી સંભાવના છે. એટલે જ ભારતની ટીમ માટે મજબૂત ક્ષેત્ર છે. ઉપરાંત, મોટાભાગની પિચ સ્પિન બોલરો માટે થોડી મદદ કરતી હોવાથી સ્પિનરો સાથેની ટીમ વર્લ્ડ કપ 2023 ટ્રોફી જીતવાનું અનુમાન કરનારાની તરફેણ કરતી હતી. કારણ કે ભારત પાસે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ એક પ્રચંડ સ્પિન યુનિટ બનાવે છે.
વર્લ્ડ કપ 2023માં રમી રહેલા દેશોની ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની દ્રષ્ટિએ અહીં પેસર અને સ્પિનર માટેની ત્રણ ટીમની સરખામણી કરીએ.
વર્લ્ડ કપના ટોચના પાંચ સ્પિનર ટોચના પેસર્સ : જો કે, ક્રિકેટ વિશ્વના મહામુકાબલાની ચાલુ આવૃત્તિમાં એક નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે ટીમની સફળતામાં પેસર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠું છે તેમાં જસપ્રીત બુમરાહે તેના બોલ વડે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દક્ષિણ આફ્રિકા જે બીજા સ્થાને છે, તેના માટે ગેરાલ્ડ કોએત્ઝી, કાગિસો રબાડા અને માર્કો જેન્સેન શાનદાર બોલિંગ કરીને ટીમ માટે વિકેટનો મોટો હિસ્સો ભેગો કરી રહ્યાં છે. જો કે મિશેલ સેન્ટનર અને એડમ ઝમ્પાએ અનુક્રમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે મોટી મદદ કરી છે તો મેટ હેનરીએ બ્લેક કેપ્સમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
વર્લ્ડ કપ મેચમાં ટોચના પેસર સૌથી વધુ વિકેટ લેનારમાં 8 પેસર્સ : ઉપરાંત, વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના 10 બોલરોની યાદીમાં આઠ ઝડપી બોલરોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે તેમની બોલિંગેે કેવી તાકાત દર્શાવી છે. મોટાભાગની ટીમો માટે પેસ યુનિટ અને સ્પિન વિભાગના પ્રદર્શન વચ્ચેની સરખામણી પણ ઝડપી બોલરોનું મહત્વ દર્શાવે છે.
બોલર્સનો સ્ટ્રાઇક રેટ : બોલર માટે સ્ટ્રાઈક રેટ એ બેટ્સમેનને આઉટ કરવા માટે તેણે લીધેલી બોલ ડિલિવરીની સંખ્યા છે. આ આંકડા પર તમામ ટીમોના પેસ વિભાગ અને સ્પિન વિભાગની સરખામણી દર્શાવે છે કે સ્પર્ધામાં પેસરો દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ એકમાત્ર એવી ટીમો છે જ્યાં સ્પિન વિભાગનો પેસ બોલિંગ યુનિટની સરખામણીમાં સારો સ્ટ્રાઇક રેટ છે. ભારત માટે, પેસ વિભાગનો સ્ટ્રાઈક રેટ 26.9 છે જ્યારે સ્પિનરોનો કુલ સ્ટ્રાઈક રેટ 40.44નો છે. દક્ષિણ આફ્રિકા માટે પેસ વિભાગનો સ્ટ્રાઈક રેટ 23.45 છે જ્યારે સ્પિન વિભાગનો સ્ટ્રાઈક રેટ 36.5 છે.
સ્પિનરોનો સ્ટ્રાઇક રેટ : એક નજર વર્લ્ડ કપ 2023માં ટોચના પાંચ વિકેટ ઝડપનારા ઝડપી બોલરો અને સ્પિનરો પર કરીએ તો ભારતીય પિચો સ્પિનરોને અનુકૂળ હોવાના ધોરણના વિપરીત ચિત્રને પણ દર્શાવે છે. મિશેલ સેન્ટનર અને એડમ ઝમ્પા સિવાય, કોઈપણ સ્પિનરેે 10 કે તેથી વધુ વિકેટ નથી પાડી. જ્યારે તમામ સાત ઝડપી બોલરોએ ઓછામાં ઓછી 10 વિકેટ ઝડપી છે. સ્ટ્રાઈક રેટ પણ એ વાતને સમર્થન આપે છે કારણ કે તમામ સાત બોલરોનો સ્ટ્રાઈક રેટ લગભગ 25 કે તેથી ઓછો છે જ્યારે ઝામ્પા અને સેન્ટનર સિવાયના પાંચ સ્પિનરોનો સ્ટ્રાઈક રેટ 26થી વધુ છે.
ટોચની ત્રણ ટીમમાં પેસર સ્પિનર સરખામણી ટીમની જીતમાં મોટી ભૂમિકા : જો કે સ્પર્ધાની શરૂઆત પહેલાં એક એવો માની લેવાયેલો અભિપ્રાય હતો કે સ્પિનરો ભારતીય પીચ પર રાજ કરવા જઈ રહ્યા છે. ત્યારે સામે આવ્યું છે કે પેસરોએ પોતાના બોલ સાથે પોતાની ટીમની જીતને સુવર્ણાક્ષરમાં લખાવી છે. તે જસપ્રીત બુમરાહ હોય, ગેરાલ્ડ કોર્ટઝી હોય કે મેટ હેનરી હોય, આ બધાંએ વર્લ્ડ કપમાં પોતાના દેશની ટીમો માટે નિર્ણાયક સ્થાન જમાવી દીધું છે.
- ICC World CUP 2023: પાકિસ્તાન માટે આજે કરો યા મરોની સ્થિતિ છે, જાણો પિચ રિપોર્ટ અને હવામાન વિશે
- World Cup 2023 : વજનદાર દક્ષિણ આફ્રિકાની ટીમનો સુસ્ત પાકિસ્તાન ટીમ સામેનો ટકરાવ કેવો રહેશે જાણો
- ICC World Cup 2023: 29મી ઓક્ટોબરે રમાનાર ભારત અને ઈંગ્લેન્ડ મેચની ટિકિટોના વેચાણમાં નકલી વેબસાઈટ દ્વારા છેતરપીંડી કરાઈ