અમદાવાદ :આજે ભારત-પાકિસ્તાનની મેચમાં પ્રેક્ષકોને એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કારણ કે પાકિસ્તાની ઓપનર ઇમામ-ઉલ-હકને આઉટ કરતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કંઈક એવું કર્યું કે લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું. પાકિસ્તાને ઇનિંગ્સની શરૂઆતમાં જ અબ્દુલ્લા શફીકની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમ સાથે ઇમામ ઉલ હક ઇનિંગને સ્થિર કરી રહ્યા હતા.
જોકે ઇમામ ઉલ હક 36 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાની બોલ પર વિકેટકીપર કે.એલ. રાહુલના કેચ થઈ આઉટ થયો હતો. તે બોલ બેટ્સમેનથી દૂર જઈ રહ્યો હતો, પરંતુ તેણે બેકફૂટ ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો અને સ્ટમ્પની પાછળ કેચ થઈ ગયો.
જોકે આ બોલ નાખતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ તરફ જોયું અને કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હોય એવું લાગતું હતું. હાર્દિક પંડ્યાના આવું કરવાથી પ્રેક્ષકોનું ધ્યાન તેમના પર ખેંચાયું હતું. આ જોઈને એવું લાગ્યું કે, બોલ હાર્દિકનો આદેશો સાંભળી રહ્યો હતો કારણ કે તે જ બોલ પર તેને વિકેટ મળી હતી. આ વિચિત્ર ઘટનાએ વિશ્વભરના ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
- વિરાટ કોહલીએ પહેરી ખોટી જર્સી
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જાદુઈ યુક્તિ જ આ મેચમાં ચર્ચાનો મુદ્દો ન હતી, પરંતુ સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆતમાં કંઈક એવું કર્યું કે તેઓ સૌના ધ્યાનમાં આવી ગયું હતું. વિરાટ કોહલી ભૂલથી તિરંગાની જગ્યાએ સફેદ પટ્ટાવાળી જર્સી પહેરેલો જોવા મળ્યો હતો. પરંતુ તેને પછીથી ખબર પડી હતી. જોકે વિરાટ કોહલીએ બાદમાં પોતાની જર્સી બદલી લીધી હતી. પરંતુ ભારત-પાકિસ્તાન મુકાબલાની પ્રથમ ઇનિંગમાં આ બંને બાબતો ચર્ચાનો મુદ્દો બની હતી.
- World Cup 2023 12th Match IND vs PAK LIVE : વિરાટ કોહલી 16 રન બનાવીને આઉટ થયો, 10 ઓવર પછી ભારતનો સ્કોર (79/2)
- World Cup 2023 : સહી ખેલ ગયે MMT ! ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip નો દાવ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા