હૈદરાબાદઃ રાજકારણ, બોલીવૂડ કે ક્રિકેટ ગમે તે ક્ષેત્ર હોય.........મીમ્સનું બજાર હંમેશા ગરમ રહે છે. આજે તો વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ છે ત્યારે સોશિયલ મીડિયામાંમીમ્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ક્રિકેટ ફાઈનલ માટેનો ઉત્સાહ અને રોમાંચ ફેન્સ સોશિયલ મીડિયામાં મજેદાર કોમેન્ટ્સ અને મીમ્સ દ્વારા રજૂ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાનું પ્રચલિત પ્લેટફોર્મ એક્સ વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લગતા મીમ્સ અને કોમેન્ટ્સની સાથે દુઆ અને પ્રાર્થનાથી પણ ઉભરાવી દીધું છે. ક્લાસિક મીમ્સથી લઈને લોકપ્રિય ફિલ્મી દ્રશ્યોને યૂઝર્સ મોજથી પોસ્ટ કરી રહ્યા છે.
ફાઈનલ સંદર્ભે સોશિયલ મીડિયા પર ફેન્સે ચલાવ્યો મજેદાર કોમેન્ટ્સ અને મીમ્સનો મારો - undefined
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મેચ સંદર્ભે સોશિયલ મીડિયામાં ખૂબ જ મજેદાર કોમેન્ટ્સનો મારો ચાલ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચ સંદર્ભે ફેન્સ અને યૂઝર્સે મીમ્સ અને શરારતી કટાક્ષની વણઝાર લગાડી દીધી છે. World Cup 2023 Final India Vs Australia ICC Social Media hilarious memes

Published : Nov 19, 2023, 6:05 PM IST
રવિવાર સવારથી જ ફાઈનલ મેચને લઈને ભારતીય ફેન્સ ભારતીય ટીમ ફાઈનલ જીતે તે માટેનો ઉત્સાહ અને રોમાંચ પર કાબૂ ના રાખી શક્યા. સોશિયસ મીડિયા પર ફેન્સ, યૂઝર્સ અને નેટિઝન્સે મજેદાર મીમ્સ અને રમૂજને શેર કરી છે. બોલીવૂડની પ્રખ્યાત ફિલ્મ હેરાફેરીનો ડાયલોગ "મેરે કો ધક ધક હો રેલા હૈ" પણ લોકોએ પોસ્ટ કર્યો હતો. એક યૂઝરે વળી અમરિશ પૂરીની પંચલાઈન "જશ્ન કી તૈયારી કરો" પોસ્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ 19 નવેમ્બરના રોજ રમાઈ રહેલ ફાઈનલ સંબંધી મીમ્સ અને કોમેન્ટ્સથી ઉભરાઈ ગયું હતું. આ પ્લેટફોર્મ પર વર્લ્ડ કપ 2023 સંબંધી સબ્જેકટ્સ ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેમાં IND vs AUS, વર્લ્ડ કપ ફાઈનલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જીતેંગે હમ જેવા હેશટેગનો સમાવેશ થાય છે.