નવી દિલ્હીઃICC વર્લ્ડ કપ 2023ની 13મી મેચ આજે બપોરે 2 વાગ્યાથી ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડની કમાન જોસ બટલર સંભાળશે જ્યારે અફઘાનિસ્તાનની કમાન હશમતુલ્લાહ શાહિદી સંભાળશે. અફઘાનિસ્તાન માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે, તેણે અત્યાર સુધી વર્લ્ડ કપની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તેના માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
World Cup 2023 ENG vs AFG : દિલ્હીમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે જામશે ટક્કર, જાણો શું કહે છે બંને ટીમોના આંકડા - अरुण जेटली स्टेडियम दिल्ली
ICC વર્લ્ડ કપ 2023ની 13મી મેચ આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની રનથી ભરપૂર પીચ પર અફઘાનિસ્તાનના બોલરો માટે તે ખૂબ જ પડકારરૂપ સાબિત થશે. અફઘાનિસ્તાન સતત 2 હાર બાદ આ મેચમાં પ્રવેશ કરી રહ્યું છે.
Published : Oct 15, 2023, 12:23 PM IST
બન્ને ટીમનું વર્લ્ડકપમાં પરફોર્મન્સ : ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 મેચ રમી છે, જેમાંથી તેની પ્રથમ મેચમાં તેને ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું હતું. ફરી એકવાર ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને જીતવા ઈચ્છશે. જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, માર્ક વૂડ, ક્રિસ વોક્સ અને આદિલ રાશિદ ઈંગ્લેન્ડ માટે મહત્વના ખેલાડીઓ હશે.
ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના હેડ ટુ હેડ આંકડા :આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 ODI મેચ રમાઈ છે. આ બંને મેચ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સાથેમની બંને મેચ જીતી છે. ઈંગ્લેન્ડે 2015માં રમાયેલી પ્રથમ ODI મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે 2019માં રમાયેલી બીજી ODI મેચમાં તેણે અફઘાનિસ્તાનને 150 રનથી હરાવ્યું હતું.
- મેચ સાથે જોડાયેલી કેટલીક બાબતો :
- ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં 5માં નંબર પર છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ODI રેન્કિંગમાં 9મા નંબર પર છે.
- દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ રનથી ભરેલી છે અને બેટ્સમેન માટે મદદરૂપ છે. અહીં નાનું મેદાન હોવાને કારણે વધુ બાઉન્ડ્રી ફટકારવામાં આવે છે.
- આ મેચમાં હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, તેથી દર્શકો આખી મેચ જોવા મળશે.