ઉત્તર પ્રદેશ : લેગ સ્પિનર એડમ ઝમ્પાએ સોમવારે અહીં અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે ચાર વિકેટ લીધી હતી. જો કે, એડમ ઝમ્પાએ ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા કેટલાક દિવસોથી પીઠમાં દુખાવો થઇ રહ્યો હતો, પરંતુ તે તેના સામે લડીને પણ ટીમ માટે મહત્વની ભુમિકા નિભાવી.
Adam Zampa : એડમ ઝમ્પાએ ખુલાસો કર્યો કે શ્રીલંકા સામે તેને પીઠમાં થોડો દુખાવો હતો અને તેની તબિયત સારી ન હતી - Adam Zampa reveals he had a bit of a back spasm and wasnt feeling great after win against Sri Lanka
ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પાંચ વિકેટે હરાવી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેમની પ્રથમ જીત નોંધાવી છે. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેને 4/47ના આંકડા માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
![Adam Zampa : એડમ ઝમ્પાએ ખુલાસો કર્યો કે શ્રીલંકા સામે તેને પીઠમાં થોડો દુખાવો હતો અને તેની તબિયત સારી ન હતી Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2023/1200-675-19785854-thumbnail-16x9-zampa.jpg)
Published : Oct 17, 2023, 8:47 AM IST
શ્રીલંકા સામે આસાન જીત હાંસલ કરી : 31 વર્ષીય ઝમ્પાને 47 રનમાં ટીમ વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા શ્રીલંકાને 209 રનમાં ઓલઆઉટ કરી દીધું અને લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો.
પ્લેઅર ઓફ ધ મેચ : ઝમ્પાએ જણાવ્યું કે, "સાચું કહું તો, મને સારું લાગ્યું ન હતું કારણ કે મારી પીઠમાં થોડો દુખાવો થતો હતો. હું છેલ્લા કેટલાક દિવસોથી તેની સાથે ઝઝુમી રહ્યો હતો. આજે મને સારું લાગ્યું, આજે મેં વધુ સારી બોલિંગ કરી," ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ બે મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું અને સુકાની પેટ કમિન્સ સોમવારે જે રીતે તેની ટીમે મેચ પૂર્ણ કરી તેનાથી ખુશ હતા.
TAGGED:
World Cup 2023