યુજેનઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championships) ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 88.39 મીટરના અંતર સાથે ભાલા ફેંક ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બુક કરી છે. ઓટોમેટિક ક્વોલિફિકેશન માટે ખેલાડીએ 83.50 મીટરનું અંતર કાપવું પડતું (chopra reaches the final) હતું. આ અંતર હવે ભારતના નીરજ ચોપરાની હદમાં છે.
આ પણ વાંચો:શ્રીલંકામાં નહીં યોજાઈ એશિયા કપ, UAE સહિત આ દેશોને મળી શકે છે હોસ્ટિંગ
ફાઇનલમાં ક્વોલિફાય થયો: બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજની સાથે, ચેક રિપબ્લિકના જેકબ વડલેજચ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટરના ભાલા ફેંક સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયા છે. બીજી તરફ, જો નીરજ રવિવારે (24 જુલાઈ) મેડલ જીતવામાં સફળ રહે છે, તો તે 19 વર્ષના મેડલના દુકાળનો અંત કરશે. ભારતે છેલ્લે 2003માં અંજુ બોબી જ્યોર્જ દ્વારા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો:સંજય ઉવાચઃ પંડ્યામાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય, રીયલ હાર્દિક હવે આવ્યો