નવી દિલ્હી: ટેસ્લાના CEO ઈલોન મસ્કએ (Tesla CEO Elon Musk) માહિતી આપી છે કે, EV-નિર્માતા ભારતમાં તેની કાર લોન્ચ કરવા માટે "ઘણા પડકારોનો" સામનો (Tesla challenges launch its products in India) કરી રહી છે. મસ્કે ટ્વીટ કર્યું કે, હજુ પણ સરકાર સામે ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છું. મસ્કે આ વાત ટ્વિટર પર એક યુઝર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કહી હતી.
ટેસ્લા મોડલ 3ની કિંમત 39,990 ડોલર નક્કી કરાઈ
ટેસ્લા આ વર્ષે ભારતમાં આયાતી કારનું વેચાણ (Elon Musk on India) શરૂ કરવા માગે છે પરંતુ મસ્ક કહે છે કે, ભારતમાં ટેક્સ વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે. ટેસ્લા મોડલ 3ની કિંમત 39,990 ડોલર નક્કી કરવામાં આવી છે, જેને યુએસમાં સસ્તું મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારતમાં તેની કિંમત 30 લાખની આસપાસ હોવી જોઈએ પરંતુ આયાત ડ્યૂટી સાથે તે ભારતીય બજારમાં (Tesla in the Indian market) લગભગ 60 લાખમાં ઉપલબ્દ્ધ થશે.