- રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ
- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપી માહિતી
- રામ મંદિરના મુખ્ય લેઆઉટમાં હવે મોટું પરિવર્તન નહીં થાયઃ ચંપત રાય
અયોધ્યા (ઉત્તરપ્રદેશ): રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ છે. આ મહત્વપૂર્ણ બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, રામ મંદિર માટે પાયા ભરાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રામ મંદિરના પાયામાં હવે મટિરિયલ ભરવામાં આવશે. આ દરમિયાન મટિરિયિલની એક એક ફૂટ મોટી મજબૂત લેયર બનાવીને પાયાનું નિર્માણ થશે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા તમામ બાબતોની તપાસ કરી લેવાઈ છે. મંદિરના મુખ્ય લેઆઉટમાં હવે મોટું પરિવર્તન નહીં થાય.
આ પણ વાંચોઃનડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાનું દાન
રામ મંદિરના પાયામાં 44 લેયર રાખવામાં આવશે