આંધ્રપ્રદેશ :દરરોજ ચાલવું એ ફિટનેસ માટે ખુબ જ જરૂરી (FitnessFor Health) છે, પરંતુ ઉઠ્યા બાદ તુરંત જ નજીકના પાર્ક અથવા મેદાનમાં જવાનો વિચાર ઘણાને નિરાશ કરે છે. હા, ઘરે બેસીને ટ્રેડમિલની મદદથી ચાલી શકો છો, પરંતુ તેની કિંમત ખુબ જ મોંઘી હોય છે. આ ઉપરાંત તેમાં વીજળી ઉપયોગ તો ખરો જ. જો કે, એક કારીગરે લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી (wooden treadmill) જે વીજળી વિના ચાલે છે. આ જોતા જ આનંદ મહિન્દ્રા અને KTR એ પણ તેમની પ્રસંશા ( Anand Mahindra appreciated) કરી હતી.
આ પણ વાંચો :Lacquer Wood Art Kutch: જાણો કચ્છના વાઢા સમુદાયના કાષ્ઠથી બનાવેલા કળાસભર ઉત્પાદનો વિશે
લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી :આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના મંડપેટાના કદીપુ શ્રીનિવાસ નામના એક કારીગરે લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી છે, જે વીજળી વિના કામ કરે છે. શ્રીનિવાસ વ્યવસાયે સુથાર છે. તેઓ ફર્નિચર ડિઝાઇનનું કામ કરે છે. એક વખત કોઈ ઘરમાં કામ કરતી વખતે તેણે એક માણસને ટ્રેડમિલ પર ચાલતો જોયો હતો. શ્રીનિવાસના મનમાં તરત જ લાકડાની ટ્રેડમિલ બનાવવાનો વિચાર ઝબકી ઉઠ્યો. આથી, તેમના રોજિંદા સુથારી કામ બાદ ફાજલ સમય દરમિયાન ટ્રેડમિલ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું હતું.