બાગલકોટ(કર્ણાટક): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય કે.એસ. ઈશ્વરપ્પાએ(Karnataka BJP MLA KS Eshwarappa) કહ્યું હતું કે જ્યાં સુધી તેમને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લેશે નહીં(Eshwarappa says Won't Attend Karnataka Assembly). શિવમોગ્ગાના ધારાસભ્ય ઈશ્વરપ્પાએ આ વર્ષની શરૂઆતમાં ઉડુપીની એક હોટલમાં બેલાગવી સ્થિત કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલની આત્મહત્યા બાદ ગ્રામીણ વિકાસ અને પંચાયતરાજ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વિધાનસભા સત્રમાં નહિ આપે હાજરી: આ કેસમાં તેમના પર 40 ટકા કમિશન માંગવાનો આરોપ હતો. ઇશ્વરપ્પાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં તપાસ એજન્સી દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હોવા છતાં, તેમને પ્રધાનપદનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ ધારાસભ્યએ કહ્યું કે તેઓ બેલાગવી જશે, જ્યાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ તેમાં ભાગ લેશે નહીં.