ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Women's World Cup: મહિલા વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો, એશ્લે ગાર્ડનર થઇ કોરોના સંક્રમિત - Gardner tests Covid positive

cricket.com.au એ ગુરુવારે જણાવ્યું હતું કે, 24 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડી(australia star player gets covid) ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં. કારણ કે ઓસ્ટ્રેલિયન ખેલાડી હાલ કોરોના સંક્રમિત(Gardner tests Covid positive) થઇ છે. ઓસ્ટ્રેલિયાની ત્રીજી મેચ 13 માર્ચે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે.

Women's World Cup
Women's World Cup

By

Published : Mar 3, 2022, 4:20 PM IST

ચર્ચગેટઃ ન્યૂઝીલેન્ડમાં યોજાનારા ICC મહિલા વર્લ્ડ કપ(Women's World Cup) પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો લાગ્યો છે, જેમાં મુખ્ય ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર કોરાના પોઝિટીવ(Gardner tests Covid positive) થઇ છે. સ્ટાર ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયાના ODI વર્લ્ડ કપ અભિયાનની પ્રથમ બે મેચો ચૂકી જશે કારણ કે તે ન્યુઝીલેન્ડ સરકારના કોવિડ પ્રોટોકોલ(Covid protocol) મુજબ અહીં દસ દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેશે.

આ પણ વાંચો :Women Cricket World Cup 2022 : 4 માર્ચથી યોજાશે ICC મહિલા વિશ્વ કપ, જાણો શેડ્યૂલ

કોરોના પ્રોટોકોલ પ્રમાણે 10 દિવસ રહેશે ક્વોરન્ટાઇન

ઓલરાઉન્ડર એનાબેલ સદરલેન્ડ અને સાથી સ્પિન-બોલર ગ્રેસ હૈરિસને ગાર્ડનરના સ્થાને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની બીજી પ્રેક્ટિસ મેચમાં 32 બોલમાં 60 રન બનાવ્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "અન્ય તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે." ન્યુઝીલેન્ડમાં કોવિડ વચ્ચે વર્લ્ડ કપ શુક્રવારથી શરૂ થશે. ન્યુઝીલેન્ડમાં કોવિડ-19ના દૈનિક કેસની સંખ્યા આ અઠવાડિયે 22,000ને વટાવી ગઈ છે.

આ પણ વાંચો :વિરાટ કોહલીની 100મી ટેસ્ટ સાથે રોહિતની 'ટીમ ઈન્ડિયા' નવા યુગમાં પ્રવેશ કરશે

ABOUT THE AUTHOR

...view details