Womens World Cup 2022: 4 માર્ચથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, જાણો ક્યાં અને કેવી રીતે જોવા મળશે મેચ - Womens World Cup 2022
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 4 માર્ચથી શરૂ થવા (Womens World Cup 2022)જઈ રહ્યો છે. જ્યાં પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામસામે ટકરાશે. આ મેચ અગાઉ વર્ષ 2021 માં યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.
Womens World Cup 2022: 4 માર્ચથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, જાણો ક્યાં અને કેવી રીતે જોવા મળશે મેચ
By
Published : Mar 3, 2022, 8:36 PM IST
હૈદરાબાદ: ICC મહિલા વિશ્વ કપ 2022 4 માર્ચથી ન્યુઝીલેન્ડમાં (Womens World Cup 2022) શરૂ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની (Women World Cup) પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. બંને ટીમો પ્રથમ મેચ જીતીને વર્લ્ડ કપમાં પોતાની વિજયી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. જો કે ન્યૂઝીલેન્ડની સામે વેસ્ટ ઈન્ડિઝ સામેનો પડકાર આસાન નહીં હોય, પરંતુ તેમ છતાં ટીમને ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો મળી શકે છે.
ICC ઈવેન્ટમાં બંને ટીમો કુલ 6 વખત સામસામે આવી ચુકી છે
આ ICC ઈવેન્ટમાં બંને ટીમો કુલ 6 વખત સામસામે આવી ચુકી છે, જેમાં કિવી ટીમ 4 મેચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ માત્ર 2 મેચમાં જ જીતી શકી હતી. આ સિવાય ODIમાં બંને મહિલા ટીમો (Indian Women Cricketer) વચ્ચે કુલ 19 મેચ રમાઈ છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમે 11 મેચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 7 મેચ જીતી શકી હતી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
મહિલા ODI વર્લ્ડ કપ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી
ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ માઉન્ટ મૌંગાનુઈના 2 ઓવલ ખાતે રમાશે.
ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડ કપની આ પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે.
ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મહિલા વર્લ્ડ કપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર કરવામાં આવશે.